વરુણ ધવને આ ફેમસ હિરોઈન સાથે કરી દીધી એવી હરકત કે ભડકી ઉઠ્યા લોકો, કહ્યુ- આ કંઇક વધારે જ મજા લઇ રહ્યો છે

અભિનેતા વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ આજે એટલે કે 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વરુણ-કિયારા ઉપરાંત આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ પહેલા ટીમે ઘણુ પ્રમોશન કર્યુ હતુ. કિયારા અડવાણી તેની સ્ટાઈલને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ દિવસોમાં કિયારા તેની ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. કિયારા અને વરુણ બંને ફિલ્મ જુગ જુગ જિયોના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ત્યારે આ દરમિયાન વરુણ અને કિયારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ રહ્યાં છે. વીડિયોમાં વરુણ બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ કિયારા સફેદ ટોપ અને પિંક પેન્ટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ મિનિમલ મેક-અપ અને ખુલ્લા વાળ રાખ્યા છે. આ લુકમાં અભિનેત્રી ખૂબસૂરત લાગી રહી છે. કિયારા અને વરુણ પૂલ કિનારે પોઝ આપી રહ્યાં છે.

આ પછી, બંને પૂલ બાજુમાં ફરવા જાય છે, જ્યારે વરુણ કિયારાને કમરથી પકડવાનો પ્રયાસ કરે છે, જેનાથી અભિનેત્રી અસ્વસ્થતા અનુભવે છે. જે બાદ એવું લાગી રહ્યુ છે કે, કિયારા હસીને વરુણને સંભળાવે છે. આ બધું જોઈને યુઝર્સે વરુણની ક્લાસ લગાવાની શરૂ કરી દીધી. એક યુઝરે લખ્યું- આ વધારે જ મજા નથી લઇ રહ્યો. બીજા યુઝરે લખ્યું- કેરેક્ટરલેસ બોય. બીજા એક યુઝરે લખ્યું- આ તો છેડી રહ્યો છે, મારે આવવું પડશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, વરુણ અને કિયારાની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ આજે રિલીઝ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે લોકો ફિલ્મને કેટલો પ્રેમ આપે છે. વરુણની વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ ‘ભેડિયાં’ છે, જેમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ ઉપરાંત તે જાહ્નવી કપૂર સાથે ફિલ્મ બવાલમાં પણ જોવા મળશે.

Shah Jina