મનોરંજન

2021ના ગ્રાન્ડ વેડિંગ: આ આલીશાન રિસોર્ટમાં લગ્ન કરશે વરુણ ધવન-નતાશા દલાલ, રિસોર્ટનું એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા

વર્ષ 2020માં કોરોના મહામારી વચ્ચે બોલીવુડના ઘણા સિતારાઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. એવામાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા વરુણ ધવન પણ હવે લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેના લગ્નની તારીખ અને લગ્નસ્થળ પણ નક્કી થઇ ચૂક્યું છે.

Image Source

મળેલી જાણકારીના આધારે વરુણ પોતાની લાંબા સમયની પ્રેમિકા નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીના રોજ અલીબાગના ધ મેંશન હાઉસમાં સાત ફેરા લઇ શેક તેમ છે. આવો તો તમને આ શાનદાર રિસોર્ટની ખાસિયત વિશે જણાવીએ.

Image Source

લગ્નની વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થઇ ચુકી છે અને 24 જાન્યુઆરીના રોજ બંને સાત ફેરા લેશે. આ લગ્ન 2021ના ગ્રાન્ડ લગ્ન સાબિત થશે. આગળના દિવસોમાં જ બંનેનો પરિવાર અલીબાગ માટે રવાના થયો હતો.

Image Source

લગ્ન પંજાબી રિવાજ અનુસાર થશે. અને લગ્ન એકદમ પ્રાઇવેટ રાખવામાં આવશે. લગ્નમાં 40થી 50 જેટલા અમુક નજીકના લોકો શામિલ થશે, જો કે બોલીવુડના અમુક લોકોને પણ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Image Source

લગ્નમાં સુરક્ષાને લગતા તમામ પ્રોટોકોલ અને નિયમોનું ધ્યાન રાખવામાં આવશે. લગ્નમાં કોઈપણ જાતનો શોર નહિ થાય. મળેલી જાણાકારીના આધારે વરુણ લગ્નમાં ડિઝાઈનર કૃણાલ રાવલ દ્વારા ડિઝાઇન કરેલું આઉટફીટ પહેરેશે.

Image Source

વાત કરીએ અલીબાગ મેંશનની તો તે એકદમ આલીશાન છે. આ રિસોર્ટમાં કુલ 25 રૂમ છે. આ રિસોર્ટ ખાસ કરીને લગ્ન સમારોહ માટે ખુબ પ્રખ્યાત છે.

Image Source

આ મેશનમાં એક્સોટિક પુલ પણ છે. પુરા મેંશનને એક રાત માટે બુક કરવાનો ચાર્જ ચાર લાખ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે.વિરાટ-અનુષ્કાના લગ્નના વેડિંગ પ્લાનરે જ વરુણના લગ્નની વ્યવસ્થા સંભાળી છે.

Image Source

આ આલીશાન મેંશનમાં નતાશા-વરુણના લગ્નની તૈયારીઓ જોરમાં ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે સંગીત સમારોહમાં બોલીવુડથી અર્જુન કપૂર, મનીષ મલ્હોત્રા, કરણ જોહર, મલાઈકા અરોરા, સારા અલી ખાન, કિયારા અડવાણી, જાહ્નવી અને ખુશી કપૂર, અનિલ કપૂર જેવા કલાકારો હાજરી આપી શકે તેમ છે. લગ્નની તારીખની પુષ્ટિ  વરુણના કાકા અનિલ ધવને કરેલી છે.