ખબર મનોરંજન

શૂટિંગ સેટ ઉપર વરુણ ધવનની હરકતોથી રડી પડી સારા અલી ખાન, ફેન્સ બોલ્યા: જાહેરમાં આ શું કરી રહ્યા છો ?

બૉલીવુડના પ્રખ્યાત અભિનેતા વરુણ ધવન અને સૈફ અલી ખાનની લાડલી દીકરી સારા અલી ખાનની ફિલ્મ “કુલી નંબર 1” જલ્દી જ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મના રજૂ થયેલા  કેટલાક ગીતો પણ દર્શકોને  ખુબ જ પસંદ આવ્યા છે. હવે શૂટિંગના સેટ ઉપરથી એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વરુણ સારાને હેરાન કરી રહ્યો છે. સામે આવેલા આ વીડિયોની અંદર સારા અને વરુણ એક સીનની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાં સારા બાહો ફેલાવીને ઉભેલી દેખાય છે અને વરુણ તેના ઉપર કૂદકો મારી તેના ખોળામાં ચઢી જાય છે.

Image Source

સારા વરુણના વજનના કારણે હર્ટ થાય છે. અને રડતા રડતા બોલે છે, ડેવિડ, સર એને કહો કે તે પ્રોફેશનલ રહે. વરુણ સારા તરફ પગ પણ ઉઠાવે છે. આ વીડિયો બંનેનો મઝાક મસ્તી ભરેલો વિડીયો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

Image Source

આ પહેલા પણ સારા અલી ખાને શૂટિંગ સેટના ઘણા કિસ્સો શેર કર્યા છે. તેને જણાવ્યું હતું કે વરુણ ધવનના કારણે ડેવિડ સર તેના ઉપર ગુસ્સે થઇ ગયા હતા. સારાએ એ પણ જણાવ્યું હતું કે તે ઓલમોસ્ટ તૈયાર થઇ ગઈ હતી. વરુણ વેનિટીમાં હતો અને તૈયાર થવામાં ઘણું મોડું કરી રહ્યો હતો. ડેવિડે વરુણનો બધો જ ગુસ્સો સારા ઉપર ઠાલવી દીધો હતો.

જુઓ સારા અને વરુણનો આ વાયરલ વીડિયો..