ખુશખબરી: લગ્નના ચાર મહિના બાદ વરુણ ધવનના ઘરે આવ્યુ નવું મહેમાન, જુઓ

લોકપ્રિય અભિનેતા વરુણ ધવનના ઘરે આવ્યુ નાનું મહેમાન, અભિનેતાએ આપી મોટી ખુશખબરી

બોલિવુડ અભિનેતા વરુણ ધવન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. વરુણ ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે એક ખૂબ જ સરસ વીડિયો શેર કર્યો છે. જો કે, તેમના ધરે નવુ અને નાનકડું મહેમાન આવ્યુ છે. વરુણે ચાહકોને તેનાથી પરિચિત કરાવ્યુ છે.

લગ્નના ચાર મહિના બાદ બોલિવુડ અભિનેતા વરુણ ધવન અને તેમની પત્ની નતાશા દલાના ઘરે નવુ મહેમાન આવ્યુ છે. વરુણ ધવને આ નવા મહેમાનનુ સ્વાગત કરતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ચાહકોને નામ રાખવામાં મદદ કરવાનું કહી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, વરુણ ધવને આ વર્ષે 24 જાન્યુઆરી 2001ના રોજ તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. કપલે અલીબાગ બીચ રિસોર્ટ ધ મેંશન હાઉસમાં સાત ફેરા લીધા હતા. વરુણ અને નતાશાને લગ્નને હજી તો 4-5 મહિના જ થયા છે અને આ વચ્ચે વરુણે એવી જાણકારી શેર કરી છે કે તેઓ પિતા બની ગયા છે.

વરુણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક પપી સાથે રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરી વરુણે લખ્યુ કે, ફાધરહુડ, હું હજી સુધી મારા છોકરાનું નામ નથી આપી શક્યો. પ્લીઝ આમાં મારી મદદ કરો. આ પોસ્ટને જોયા બાદ કેટલાક બોલિવુડ સેલેબ્સ અને તેમના ચાહકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.

અભિનેત્રી જેક્લીન ફર્નાંડીઝ આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ કે, હું મારી બિલાડી સાથે આની ડેટ અરેન્જ કરાવી દઇશ. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરી લખ્યુ, બધાઇ સર, ત્યાં જ કેટલાક લોકોએ આ પપીનું નામ પણ કહ્યુ.

તમને જણાવી દઇએ કે, વરુણ ધવનની પત્ની નતાશા દલાલ એક ફેશન ડિઝાઇનર છે અને તે તેનુ લેબલ ચલાવે છે, જે વેડિંગ ગાઉન અને બ્રાઇડલ ડ્રેસિસ માટે ઓળખાય છે. એવામાં તેમણે તેમના લગ્નની રસ્મો માટે પોતાની ડિઝાઇનની ડ્રેસ પસંદ કરી હતી.

વરુણના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી ફિલ્મ “જુગ જુગ જીયો”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર, નીતૂ કપૂર અને કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ઉપરાંત તે ફિલ્મ “ભેડિયા”માં પણ જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી કૃતિ સેનન અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

Shah Jina