મનોરંજન

લગ્નના બંધનમાં બંધાઈ ગયો અભિનેતા વરુણ ધવન, નતાશા સાથે ફેરા ફરતા શેર કરી લગ્નની પહેલી તસવીર

2020 સમગ્ર દુનિયા માટે ખરાબ રહ્યું ત્યારે 2021માં મોટાભાગના લોકો નવી શરૂઆત કરવા લાગી ગયા છે, ત્યારે આ દરમિયાન બોલીવુડમાંથી પણ સારી ખબરો આવી રહી છે.  બોલીવુડના ખુબ જ ટેલેન્ટેડ અભિનેતા વરુણ ધવન પણ ગઈકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.  જેની કેટલીક તસવીરો પણ વરુણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. 

વરુણ ધવને પોતાના બાળપણની મિત્ર અને પ્રેમીકા નતાશા દલાલ સાથે ગઈ કાલે હિન્દૂ પારંપરિક રીતિ રિવાજો અનુસાર સાત ફેરા ફરી લગ્ન કરી લીધા છે. લગ્નના બધા જ વિધિ પૂર્ણ કરી અને રાત્રે લગભગ 10:30 કલાકે લગ્ન સ્થળ “ધ મેંશન હાઉસ”ની બહાર ગેટ ઉપર આવીને તેમને મીડિયાને પોઝ આપ્યા હતા.

લગ્ન માટે વરુણ ધવને સંબંધમાં તેના મામા એવા પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી ખાસ શેરવાની પહેરી હતી. તો નતાશા પણ એક ફેશન ડિઝાઈનર છે. તેને પોતાની જ ડિઝાઇન કરેલ લહેંગા ચોલી પહેરી હતી.

વરુણ અને નતાશાના લગ્નના રિવાજો સાંજે 6 વાગે મંત્રોચ્ચાર અને પૂજા પાઠ સાથે શરૂ થયા હતા. લગ્ન દરમિયાન ખુબ જ ડાન્સ પણ થયો અને હિન્દી અને પંજાબી ગીતોની ધૂન ઉપર ઢોલ નગાડા પણ વગાડવામાં આવ્યા હતા. વરુણ અને નતાશાની પીઠી અને મહેંદીના રિવાજ 23 જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યા હતા.

મુંબઈથી 100 કિલોમીટર દૂર અલીબાગમાં થયેલા વરુણ અને નતાશાના આ લગ્નમાં વર-કન્યા સહીત 40 લોકો હાજર રહ્યા હતા. અને લગ્ન પહેલા બધાએ પોતાનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો. જો આ લગ્નમાં હાજર રહેલા સેલેબ્રિટીઓની વાત કરવામાં આવે તો વરુણના માસીનો દીકરો આયરેક્ટર કૃણાલ કોહલી, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, ડાયરેક્ટર અને વરુણ ધવનના ખાસ મિત્ર શશાંક કહેતાં હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)