ખબર મનોરંજન

વરૂણ ધવને લગ્ન બાદ નવા ઘરે મિત્રો માટે કર્યું પાર્ટીનું આયોજન, અનેક બોલિવુડ સ્ટાર્સ પાર્ટીમાં પહોંચ્યા

બોલિવુડ અભિનેતા વરૂણ ધવન છેલ્લા ઘણા સમયથી તેમની પર્સનલ લાઇફને લઇને ઘણા ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ વરૂણ ધવને નતાશા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં કોરોના મહામારીને કારણે મર્યાદિત મહેમાનોને આમંત્રણ અપાયું હતું. આવામાં વરૂણ ધવન અને નતાશા દલાલે શુક્રવારે રાત્રે ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટીમાં બોલિવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને પાર્ટીની રોનક વધારી હતી.

આ પાર્ટીમાં સારા અલી ખાન, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, વરૂણ શર્મા સહિત અનેક સેલેેબ્સ પહોંચ્યા હતા.

અર્જુન કપૂર તેમની બહેન અંશુલા સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. મલાઇકા, અર્જુન અને અંશુલા એક જ ગાડીથી પાર્ટીમાં પહોંચ્યા હતા. ત્યાં જ વરૂણ શર્મા સાથે ડાયરેક્ટર દિનેશ વિજન પણ પહોંચ્યા હતા.

વરૂણ ધવનની કૂલી નંબર 1ની હિરોઇન અને બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન પણ પાર્ટીમાં પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, હાલમાં જ સારા અલી ખાને તેનો દાંત નીકાળાવ્યો છે જેને લઇને તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી.

વરૂણ ધવનની પાર્ટીમાં ટાઇગર શ્રોફ અને તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પાટની પણ પહોંચી હતી. આ દરમિયાન ટાઇગર પોતે ગાડી ચલાવતા નજરે પડ્યા હતા.

વરૂણ ધવનના ઘરની બહાર કરણ જોહરને પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. કિયારા અડવાણી પણ બોલિવુડ અભિનેતા વરૂણ ધવનની પાર્ટીમાં પહોંચી હતી.

તમને જણાવી દઇએ કે, વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન બાદ હનીમૂન પર ગયા નથી. વરૂણ ધવને હાલ હનીમૂન સ્કિપ કર્યુ છે અને તે તેની આગામી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે.