બોલિવુડ ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા વરુણ ધવનની લાઇફમાં 26 વર્ષ સુધી ફેમીલી ડ્રાઇવર તરીકે રહેલા મનોજ હવે આ દુનિયામાં રહ્યા નથી.હાર્ટ એટેકના કારણે તેનું નિધન થઇ ગયુ છે. વરુણ અને તેની ફેમીલી આ દુખના સમયમાં મનોજના પરિવાર સાથે ઊભા રહ્યા હતા. વરુણ મનોજને છાતીમાં દુખાવા પર હોસ્પિટલ લઇને ગયા હતા. ત્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. તેમની મોત બાદ વરુણે બધી ફોર્માલિટી પૂરી કરી હતી. આ દરમિયાન વરુણના ચહેરા પર દુખ સ્પષ્ટ દેખાતુ હતુ. ત્યાં વરુણના ભાઇ રોહિત ધવન પણ ફેમીલીને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
રોહિત ધવન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જયાં બાળકો અને ફેમીલી મેંબર્સનું પૂરુ ધ્યાન રાખી રહ્યા હતા. તેમણે તેમના ડ્રાઇવરના દીકરાને ગળે લગાવી સાંત્વના પણ આપી હતી. આ દરમિયાન તે પણ ખૂબ જ દુખી જોવા મળ્યા હતા. વરુણ અને રોહિત બંને મનોજના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા અને તેમણે નમ આંખોથી મનોજને વિદાય આપી હતી. રીપોર્ટ્સ અનુસાર, વરુણ તેમના ડ્રાઇવરની અચાનક મોતથી સદમામાં છે.
મનોજ તેમને લઇને મહેબૂબ સ્ટુડિયો લઇને ગયા હતા. જયાં વરુણ એક બ્રાન્ડ એંડોર્સમેન્ટની શુટિંગ કરી રહ્યા હતા. મનોજને અચનાક છાતીમાં દુખાવો થયો અને તેમને હાર્ટ એટેક આવ્યો, જેને કારણે વરુણ તરત જ તેમને નજીકમાં સ્થિત લીલાવતી હોસ્પિટલ લઇને ગયા હતા પરંતુ ત્યાં સુધી તેમની મોત થઇ ચૂકી હતી. વરુણ ધવનના પિતા ડેવિડ ધવને વરુણ સાથે વાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે વરુણ અને તેમના પરિવારે મનોજના પરિવારની દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો છે.
વરુણ ધવન અને તેના પરિવારે અંતિમ યાત્રા દરમિયાન કોરોનાના નિયમોનું પૂરી રીતે ધ્યાન રાખ્યુ હતુ. તસવીરમાં તે બધા માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. વરુણ ધવન તેમના ડ્રાઇવર મનોજની ઘણા નજીક હતા. બંને ઘણીવાર લાંબી સફર કરતા હતા. જેને કારણે તેઓ મિત્ર બની ગયા હતા.
વરુણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેની સાથે ઇમોશનલ નોટ પણ શેર કરી હતી. તેમણે કહ્યુ- મનોજ તેમની લાઇફમાં 26 વર્ષથી હતી. તે તેમના માટે બધુ જ હતા. આ વીડિયોમાં વરુણ સાથે મનોજ પણ જોવા મળી રહ્યા છે. સ્ટાર્સે વરુણની પોસ્ટ પર શ્રદ્ધાંજલિ આપી.
View this post on Instagram
અભિનેત્રી સ્વરા ભાસ્કરે કમેન્ટ કરી કહ્યુ- મનોજ દાદાના પરિવાર અને તમારા માટે સંવેદના વરુણ. આયુષ્માન ખુરાનાએ લખ્યુ- ઊંડી સંવેદના ભાઇ. ત્યાં જ અભિનેત્રી સોનાક્ષી સિન્હા, સિદ્ધાંત કપૂર સહિત અનેક સ્ટાર્સે શ્રદ્ધાંજલિ આપી હતી.
View this post on Instagram