અપ્સરાર જેવી પત્ની મળી વરુણને, જુઓ લગ્નની શાનદાર તસ્વીરો
કોલકાતા નાઈટ રાઇડરના ખતરનાક બોલર વરુણ ચક્રવર્તી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ચેન્નાઈમાં તેની ગર્લ ફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા. કેકેઆરએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને બંનેને લગ્નની શુભકામના પાઠવી હતી.

જણાવી દઈએ કે, કેકેઆરના આ સ્ટાર સ્પિનરને ઓસ્ટ્રેલિયામાં ટી20 સિરીઝમાં ભારતીય ટિમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ટુર્નામેન્ટ દરમિયાન ખભા પર ઇજા થઇ હતી. તેથી દુબઈમાં રમાયેલી આઇપીએલ બાદ ભારત પરત ફર્યો હતો.

વરુણ ચક્રવર્તી આ વર્ષની શરૂઆતમાં જ લગ્ન કરવાનો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તેને આ કાર્યક્રમમાં બદલાવ લાવવો પડયો હતો. દુબઇથી પરત ફર્યા બાદ તેને સમયનો ફાયદો ઉઠાવ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો હતો.
Big congratulations to @chakaravarthy29 and @Nehakhedekarr from the Knight Riders Family as they begin their journey as husband and wife 💜https://t.co/a8WoEWfDsZ
— KolkataKnightRiders (@KKRiders) December 12, 2020
વરુણ અને નેહાએ ધાર્મિક રીત રિવાજ મુજબ ચેન્નાઇમાં જ લગ્ન કર્યાં હતા. આ લગ્નમાં પરિવારજનો અને નજીકના સંબંધીઓ અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગતા હવે તેમના ફેન્સ શુભેચ્છા પાઠવવા લાગ્યા છે.

કેકેઆરએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, કોલકાતા નાઈટ રાઈડર્સ પરિવાર તરફથી વરુણ ચક્રવર્તી અને નેહા ખેડેકરને પતિ-પત્નીના રૂપમાં નવું જીવન શરૂ કરવા માટે બહુ-બહુ જ શુભેચ્છા. કેકેઆર તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં દુલ્હનના ડ્રેસમાં વરુણ અને તેની દુલ્હન નેહા ક્રિકેટર રમતા નજરે ચડે છે. વરુણ ચક્રવર્તી ત્રણ વાર બોલ ફેંકે છે અને નેહા ખેડેકર તેના પર શાનદાર શોટ મારે છે. આ દરમિયાન ઘરમાં હાજર રહેલા પરિવાર અને મિત્રો બંનેની કેમેસ્ટ્રી પર ખુશી વ્યક્ત કરે છે.

તમને જણાવી દઈએ કે લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તીએ આ વર્ષે યુએઈમાં આયોજિત આઈપીએલ-2020 ટૂર્નામેન્ટમાં 17 વિકેટ લીધી હતી. તે સિઝનમાં એક ઇનિંગમાં 5 વિકેટ લેનાર એકમાત્ર બોલર હતો. વરુણ ચક્રવર્તીને પંજાબ ઇલેવનએ 2019માં 8.4 કરોડમાં ખરીદ્યો હતો. ક્રિકેટર બનતા પહેલા તેણે ફ્રીલાન્સ આર્કિટેક્ટ તરીકે પણ કામ કર્યું છે.
View this post on Instagram