રસોઈ

વરસાદની મૌસમમાં ઘરે જ મજા લો ગોળ અને ખાંડ માંથી બનાવેલા ગળ્યા શક્કરપારાની, જાણો બનાવની રેસિપી….

વરસાદની મોસમમાં ગરમ ગરમ ચટાકેદાર તો હર કોઈ ખાતા હોય છે પણ આવા મોસમમાં વરસાદની સાથે ગળ્યા કુરકુરા શક્કરપારા ખાવાની પણ કઈક અલગ જ મજા હોય છે. આજે અમે તમને ગોળ અને ખાંડ માંથી બનવાતા ગળ્યા શક્કરપારાની રેસિપી વિશે જણાવીશું, જેને તમે આસાનીથી બનાવી શકશો. શક્કરપારા બાળકોને પણ ખુબ પસંદ હોય છે, જેની તમે તમારા પરિવારની સાથે મજા લઇ શકો છો.સામગ્રી:

2 કપ મેંદાનો લોટ, 1/4 કપ રવો, 1 કપ ગોળ, 1/3 કપ પાણી, 1 કટોરી કાપેલા મેવા, 1 નાની ચમચી સૂંઠ પાઉડર, તળવા માટે તેલ.

બનાવની રીત:

પહેલા ગોળને પાણીમાં પલાળીને સારી રીતે ઉકાળી લો. જ્યારે તે પીગળી જાય પછી તેમાં થોડું ઘી ઉમેરો. પછી ગોળને ઠંડુ કરીને ગાળી લો.

હવે તેમાં લોટ, રવો અને બાકીની સામગ્રી નાખીને લોટ બાંધી લો, અને 20 મિનિટ એમ જ રહેવા દો. તેના પછી તેના પર ઘી લગાવિને તેને મોટી રોટલી ની જેમ વળી લો અને તેને ચાકુની મદદ વડે કોઇપણ શેપ આપી શકો છો.

હવે એક વાસણમાં ઘી નાખીને ગરમ કરો. તમે ઘી ની જગ્યાએ તેલનો પણ ઉપીયોગ કરી શકો છો. પછી શક્કરપારા ને તળી લો અને તેને બ્રાઉન રંગના થવા દો.

ઠંડા થઇ ગયા પછી તેને સર્વં કરો. તમે તેને ચા ની ચુસ્કી સાથે પણ ખાઈ શકો છો. સાથે જ તમેં શક્કરપારાને 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ