રસોઈ

વરસાદની મોસમમાં બનાવીને પીઓ ટેસ્ટી-ટેસ્ટી Paneer Momo Soup.. જલસો પડી જશે

વરસાદની મોસમમાં હર કોઈને ગરમા-ગરમ સૂપ પીવાની ઈચ્છા થતી હોય છે. એવામાં આજે અમે તમને પનીર મોમોઝ સૂપ બનવાની આસાન રેસિપી જણાવીશું. જે બનાવામાં ખુબ જ આસાન હોવાની સાથે-સાથે તે ખુબ જ ટેસ્ટી પણ છે. પનીર મોમોસની આ રેસિપી બાળકોને ખુબ જ પસંદ આવશે અને તમે સૂપની સાથે મોમોસની મજા પણ લઇ શકશો. તો ચાલો જાણો ઘરે જ પનીર મોમો સૂપ બનવાની આસાન રેસિપી..

સામગ્રી:

મોમોના લોટ માટે:

મૈંદાનો લોટ-2 કપ, નિમક-1/2 ટી સ્પૂન, જૈતૂનનું તેલ-2 ટીસ્પૂન, પાણી-1/2 કપ.

મોમો સ્ટફિંગ:

ઓલિવ ઓઇલ-2 ટી સ્પૂન, ડુંગળી(કાપેલૂ શાકભાજી), આદુ, લસણ પેસ્ટ-1 ટી સ્પૂન, કોબી-2 કપ, ગાજર-1, પનીર-1 કપ, નિમક-1/4 ટી સ્પૂન, વિનેગર-1 ટેબલ સ્પૂન, સોયા સોસ-1 ટેબલ સ્પૂન, ચિલ્લી સોસ-1/2 ટેબલ સ્પૂન.

સૂપ માટે:

તેલ-2 ટી સ્પૂન, તલ-1/4 કપ, જીરા-1 ટેબલ સ્પૂન, લાલ ચટણી- 2 ચમચી, લસણ-એક કળી, ટમેટા- 2 કપ કાપેલા, લીલા ધાણા, આદુ-1 ઈંચ, હળદર-1/2 ટી સ્પૂન, નિમક-1/2 ટી સ્પૂન, પાણી-2 કપ, લીંબુનો રસ-2 ટેબલસ્પૂન, ખાંડ-1/2 ટી સ્પૂન.

સૂપ બનાવાની વિધિ:

1. સુપ બનાવા માટે સૌથી પહેલા તમે 2 કપ મૈંદા, 1/2 ટી સ્પૂન નિમક, 2 ટી સ્પૂન જૈતૂનનું તેલ અને 1/2 કપ પાણી નાખીને મોમોસ માટે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરો.
2. તેના પછી એક કડાઈમાં 2 ટી સ્પૂન ઓલિવ ઓઇલ ગરમ કરીને તેમાં 1 કાપેલી ડુંગળી નાખીને બ્રાઉન થાય સુધી ફ્રાઈ કરો. હવે તેમાં 1 ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ, 2 કપ કોબી અને 1 ખમણ કરેલા ગાજરને હલકું ફ્રાઈ કરી લો.

3. હવે તેમાં 1 કપ પનીર, 1/4 ટી સ્પૂન નિમક, 1 ટેબલસ્પૂન વિનેગર, 1 ટેબલસ્પૂન સોયા સોસ અને 1/2 ટેબલસ્પૂન ચીલી સોસ નાખીને પકાઓ. તેના પછી મોમોસના લોટમાથી નાની પુરી વણીને તેમાં આ મસાલાની સ્ટફિંગ કરો અને તેને 10 મિનિટ સુધી બાફો. યાદ રાખો કે તેને ટાળવાનું નથી પણ સ્ટીમ કરવાનું છે.

4. કડાઈમાં 1/4 કપ તલ અને 1 ટેબલસ્પૂન જીરાને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી સેકો. હવે તેમાં 2 ટી સ્પૂન તેલ, લાલ મરચાનો પાઉડર અને કાપેલું લસણ નાખીને સારી રીતે પકાઓ.
5. આ મિશ્રણને મિક્સીમાં નાખીંને તેમાં 1 કપ ટમેટા, લીલા ધાણા, આદુ, 1/2 ટી સ્પૂન હળદર, 1/2 ટી સ્પૂન નિમક અને પાણી નાખીને સારી રીતે બ્લેન્ડ કરી લો.
6. હવે પૈનમાં બ્લેન્ડ કરેલો મસાલો, 2 ટેબલસ્પૂન લીંબુ નો રસ અને 1/2 ટી સ્પૂન ખાંડનો પાઉડર નાખીને 5 મિનિટ સુધી પકાવો.
7. હવે બાઉલમાં મોમોસ અને સૂપ નાખીને તેને લીલા ધાણા વડે ગાર્નિશ કરો.

8. તમારું પનીર મોમોસ સૂપ બનીને તૈયાર છે. હવે તમે વરસાદની સાથે આ ગરમા ગરમ સૂપની મજા લઇ શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ