હેલ્થ

જમ્યા પછી વરિયાળી ખાવાના છે જબરદસ્ત ફાયદાઓ, આજે જ જાણો અને કરો સેવન

ભાગ્યે જ કોઈ માણસ હશે જે વરિયાળીથી જાણકાર ના હોય. વરિયાળીને રસોઈની રાણી કહેવામાં આવે છે. વરિયાળી 2 પ્રકારની હોય છે એક નાની અને એક મોટી. વરિયાળીનો ઉપયોગ ઘરે-ઘરે કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ અથવા બીજી જગ્યા પર જમ્યા બાદ વરિયાળી આપવામાં આવે છે. ઘરમાં પણ જમ્યા બાદ આપણે વરિયાળી ખાવાનું પસંદ કરીએ છીએ. ઘરમાં મૉટે ભાગે મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ થાય છે. જેમાં ભરેલા શાક અથવા અથાણામાં તેનો વધુ પડતો ઉપયોગ થાય છે.

મહિલાઓમાં આયર્ન અને પોટેશિયમની કમી હોય છે ત્યારે માસિકમાં અનિયમિતતા થાય છે. ત્યારે મહિલાઓએ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં આ ચમચી વરિયાળી નાખવાથી પેટને લગતી બધી જ બીમારી દૂર થઇ જાય છે.

Image Source

વરિયાળીની તાસીર ઠંડી છે. તેથી ઉનાળામાં તેનો ઉપયોગ વધી જાય છે. વરિયાળીમાં એવા ઘણા પોષક તત્વો છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જયારે શરીરમાં કેલ્શિયમ, સોડિયમ,આયર્ન અને પોટેશિયમ જેવા ખનીજ તત્વ હોય છે. વરિયાળીનો સૌથી મોટી ફાયદો એ છે કે તેની યાદશક્તિ વધે છે. અને શરીરને ઠંડુ રાખે છે. તેના સિવાય વરિયાળીની સુગંધ પણ બહુજ સરસ હોય છે અને તાજગીનો અહેસાસ કરાવે છે.

વરિયાળી ખાવાના ફાયદા

આંખો માટે ફાયદાકારક
વરિયાળીનું સેવન આંખની રોશની વધારે છે. દરરોજ ભોજન બાદ આ ચમચી વરિયાળી ખાવવાથી અથવા અડધી ચમચી વરિયાળીના ભૂક્કામાં આ ચમચી ખાંડ મેળવીને રાતે દૂધ સાથે પીવાથી ફાયદો થાય છે. દૂધની બળદે પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે.

Image Source

ઉધરસને ઠીક કરે
10 ગ્રામ વરિયાળીમાં થોડું મધ ઉમેરી દિવસમાં 2થી 3 વાર સેવન કરવાથી ઉધરસમાં ફાયદો થાય છે.અથવા 1 ચમચી વરિયાળી અને 2 ચમચી અજમાનેઆ અડધા લીટર પાણીમાં ઉકાળી બાદમાં તેમાં ચમચી મધ ઉમેરી ઠંડુ થવા દેવાનું. આ ઉકાળાને દર 1 કલાકે 3 ચમચી પીવાથી ઉધરસમાં લાભ થાય છે.

બાળકોની સમશ્યા દૂર કરે
નાના બાળકો પાચનની સંશયથી હંમેશા પરેશાન હોય છે. બાળકોને પેટના રોગ માટે 2 ચમચી વરિયાળીના ચૂર્ણને 2 કપ પાણીમાં સારી રીતે ઉકાળી લો. 3 ભાગ જેટલું પાણી બળે તેટલું ઉકાળી બાદમાં ઠંડુ કરો. આ ઉકાળાને દિવસમાં 2થી 3 વાર એક-એક ચમચી પીવડાવો.

મોઢામાં છાલા પડ્યા હોય તો વરિયાળીને ઉકાળીને પાણી અડધું રહે ત્યારે તેમાં ફટકડી ઉમેરવાથી દિવસમાં 2 થી 3 વાર સેવન કરવાથી મોઢાના છાલમાં ફાયદો થાય છે.

Image Source

યાદ શક્તિ વધારે
જો તમે એ વાતથી પરેશાન હોય તો તમને કઈ કંઈ યાદ નથી રહેતું તો તમે વરિયાળીનું સેવન કરી શકો છો.વરિયાળી અને સાકરને સરખા પ્રમાણમાં લઇ મેળવીને ચૂર્ણ બનાવીને રાખો. આ ચૂર્ણ સવાર અને સાંજ જમ્યા બાદ 2 ચમચી લેવાથી યાદશક્તિ વધે છે.

પાચન શક્તિ અને પેટ માટે લાભદાયક
100 ગ્રામ વરિયાળીમાં તવા પર શેકીને ભુક્કો કરી લો. તેટલી જ માત્રામાં પીસેલી ખાંડ નાખો. સ્વર-સાંજ જમ્યા બાદ 2 ચમચી આનું સેવન કરવાથી પાચન શક્તિ અસરી રહે છે. અને એક કપ પાણીમાં અડધી ચમચી વરિયાળીના ભુક્કા અને 5 એલાયચીને ઉકાળીને અડધું કરો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો.આ દૂધને સેવન બાળકો ને મોટા પણ કરી શકે છે. તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે. અને પેટને પણ લાભ થાય છે.
પેટ ભારે લાગતું હોય તો લીંબુના રસમાં ભીની વરિયાળીને જમ્યા પછી ખાવાથી તકલીફ દૂર થાય છે. આ સિવાય વરિયાળીને ઘીમાં શેકી પીસી લઇ થોડી ખાંડ ઉમેરી દેવાની. આ ચૂર્ણને સ્વર અને સાંજ ખાવવાથી ઝાડામાં ફાયદો થાય છે.

Image Source

ગર્ભધારણ કરવામાં મદદરૂપ 
જે મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં કોઈ સમશ્યા રહેતી હોય તેણીએ 5 થી 6 ગ્રામ વરિયાળીનાચૂર્ણને હિંગ સાથે સેવન કરવું જોઈએ. આ કરવાથી 3થી 4 મહિના માં ગર્ભધારણ કરવા માટે યોગ થઇ જશે.સાથે વરિયાળીના ભુક્કામાં ઘી સાથે સેવન કરી શકાય છે. જે મહિલાને ગર્ભપાતની સમસ્યા રહેતી હોય તે મહિલાને વરિયાળી સાથે ગુલકંદનું સેવન કરવાથી સ્મ્શ્યાની નિરાકરણ આવે છે. જે મહિલાઓને સ્તનપાન દરમિયાન ઓછું દૂધ આવતું હોય તે મહિલાઓએ વરિયાળી,સફેદ જીરું મિશ્રણ કરી એક-એક ચમચી પાણી અથવા દૂધ સાથે લેવાથી લાભ થાય છે.

Image Source

જ્યોતિષ શાસ્ત્રમાં પણ વરિયાળીથી જોડાયેલા ઉપાય બતાવવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે, કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા વરિયાળી એન ગોળનું સેવન કરવાથી તે કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. તે સિવાય ઘરના પૂર્વ-ઉત્તર અથવા પૂર્વોત્તર દિશામાં વરિયાળીના ઝાડ ઉગડવાની પણ સલાહ આપવામાં આવી છે.કહેવામાં આવે છે કે, આવું કરવાથી ઘરના લોકોની તબિયત સારી રહે છે.

Image Source

માન્યતા અનુસાર,શનિની સાડાસાતી પનોતીથી બચવા માટે વરિયાળીના જોડાયેલા જ્યોતિષ ઉપાય કરવામાં આવે છે. જેમાં વરિયાળી, સૂરમા, કાળા તલને મિશ્ર કરીને સ્નાન કરવા માટે કહેવામાં આવ્યું છે.તેથી રાતે સુતા પહેલા માથા પર વરિયાળીની પોટલી રાખવાથી ફાયદો થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks