ખાણી-પીણીના શોખીનો માટે આ જગ્યા છે ખુબ જ ખાસ, ફક્ત 99 રૂપિયામાં મળે છે એટલી બધી વાનગીઓ કે જોઈને જ મોઢામાં પાણી આવી જશે, જુઓ વીડિયો

આપણા દેશની અંદર ખાણી-પીણીના શોખીનો તમને ઠેર ઠેર મળી જશે. ત્યારે ફૂડ બ્લોગરો પણ તમને નવી નવી ખાણી-પીણીની જગ્યાઓ તેમના વીડિયોમાં બતાવતા હોય છે. ઘણી એવી જગ્યાઓ પણ આપણે જોઈએ છીએ, જે આપણી નજીક જ હોય અને આપણે તેના વિશે ક્યારેય જાણતા જ ના હોઈએ. તો આ ફૂડ બ્લોગીંગ દ્વારા જ કોઈ જગ્યા ઉપર આપણે ફરવા માટે જઈએ ત્યારે ત્યાંની બેસ્ટ વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ. ત્યારે હાલ એક ફૂડ બ્લોગરનો એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફક્ત 99 રૂપિયામાં અધધધ વાગનગીઓ ખાવા મળે છે.

આ વીડિયોમાં એક માણસ ચાટની પ્લેટ તૈયાર કરતો જોઈ શકાય છે. પરંતુ આ કોઈ સામાન્ય ચાટ પ્લેટ નથી. આ પ્લેટમાં તમને સેવ પુરી, દહીં ક્રિસ્પી ઈડલી અને પાણીપુરીના શોટ્સ એકસાથે પીરસવામાં આવે છે. વીડિયોના કેપ્શનમાં મુંબઈની આ ફેમસ ચાટનું એડ્રેસ આપવામાં આવ્યું છે.

આ વિડિયોમાં તમને તેમની સર્વિંગ સ્ટાઈલ એકદમ અનોખી જોવા મળશે. માત્ર 99 રૂપિયાની આ પ્લેટ જોવામાં આટલી સુંદર લાગે તો ખાવામાં કેટલી અદ્ભુત લાગશે. આ વીડિયો જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જશે. જો તમને પણ આ ચાટ ખાવાની તલબ હોય તો તમારી ઈચ્છા પૂરી કરવા પહોંચી જાવ આ જગ્યાએ.

 

View this post on Instagram

 

A post shared by SPOONS OF MUMBAI (@spoonsofmumbai)

આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વીડિયોને ઘણા લોકોએ જોયો છે  અને હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાકે કહ્યું અદ્ભુત, તો કેટલાકે કહ્યું કે વીડિયો જોઈને તેમનું મન લલચાઈ ગયું.

Niraj Patel