ક્લાસરૂમમાં સાહેબ સાથે મસ્તી કરતો વધુ એક વીડિયોએ સોશિયલ મીડિયા મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર વર્ગખંડની વિડિઓ ક્લિપ્સ વારંવાર વાયરલ થતી રહે છે, પરંતુ તાજેતરમાં એક વિડિઓએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ દરમિયાન શિક્ષકને “શું તમે મારી સાથે લગ્ન કરશો?” એવો પ્રશ્ન પૂછ્યો હતો, જેની ઘણી ટીકા થઈ હતી. પરંતુ હવે એક નવો વર્ગખંડ વિડિઓ સામે આવ્યો છે, જેણે સકારાત્મક પ્રતિસાદ મેળવ્યો છે.બેંગલુરુની ક્રાઇસ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમના પ્રોફેસરને અજાણતાં જ એક રીલમાં સામેલ કર્યા. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક સાથે એક પ્રેંક કર્યો, જેને શિક્ષકે ખૂબ જ સારી રીતે લીધો. શિક્ષકની આ પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું અને ઘણા લોકોએ આ વિડિઓને શેર કર્યો.


વિડિઓની શરૂઆત વર્ગખંડમાં બે વિદ્યાર્થિનીઓ વચ્ચેની ચર્ચાથી થાય છે. આ દરમિયાન શિક્ષક આવે છે અને વિદ્યાર્થિનીઓને તેમની સમસ્યા વિશે પૂછે છે. વિદ્યાર્થિનીઓ પૂછે છે કે ‘You is sleep’ કે ‘You can sleep’ – આ બે વાક્યોમાંથી કયું સાચું છે. શિક્ષક થોડી ક્ષણ માટે અચકાય છે અને પછી ‘You can sleep’ કહે છે. આ સાંભળીને વર્ગના બધા વિદ્યાર્થીઓ તેમના ડેસ્ક પર માથું મૂકીને ઊંઘવાનો ઢોંગ કરે છે. શિક્ષક આશ્ચર્યચકિત થઈને પૂછે છે, “આ શું થઈ રહ્યું છે?” ત્યારે વિદ્યાર્થીઓ હસવા લાગે છે. જ્યારે તેઓ પૂછે છે કે શું તમે કોઈ સામાજિક પ્રયોગ કરી રહ્યા છો, ત્યારે બધા વિદ્યાર્થીઓ હસતા હસતા ઊભા થઈ જાય છે. પછી, મોબાઈલ પર વિડિઓ શૂટ થતો જોઈને તેઓ પૂછે છે, “શું હું પણ તમારી રીલમાં છું?” વિદ્યાર્થીઓના ‘હા સર’ કહેતા જ તેઓ હાથ હલાવીને અભિવાદન કરતા જોવા મળે છે.

આ વિડિઓને ઇન્સ્ટાગ્રામ પર ‘કૂલ પ્રોફેસર’ કૅપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સે પ્રોફેસરની સકારાત્મક પ્રતિક્રિયાની પ્રશંસા કરી છે. કેટલાક લોકોએ તેમની સરખામણી પોતાના પ્રોફેસરો સાથે કરી, જ્યારે કેટલાકે મજાકમાં કહ્યું કે જો તેમના પ્રોફેસર હોત તો વિદ્યાર્થીઓના હાથમાંથી ફોન છીનવી લેત અને તેમને સજા આપત. એક વ્યક્તિએ કોમેન્ટ કરી, “સર, અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પ્રોફેસર!” બીજા એક વ્યક્તિએ લખ્યું, “આ અત્યાર સુધીની સૌથી સરસ પ્રેંક છે જે મેં જોઈ છે. પ્રોફેસર કેટલા સ્પોર્ટી છે!” એક અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરી, “તેઓ કેટલી વિનમ્રતાથી વાત કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Chersh Jain (@cheriishjain)

kalpesh