ખબર

વાપીનું ડોક્ટર દંપતી હનીમૂન માટે ઓસ્ટ્રલિયાના વનઆટુ આઈલેન્ડ જતા ફસાયું, લોકડાઉન માં આવી હાલત છે

કોરોનાને હાલ દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના સંક્ર્મણને અટકાવવા માટે ભારત સહિત વિવિધ દેશોની સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન થતા જ વિદેશીઓ ભારતમાં અને ભારતથી વિદેશ ફરવા ગયેલા લોકો ત્યાં જ અટવાયા છે.

Image source

વાપીનું એક ડૉક્ટર દંપતી પણ ઓસ્ટ્રેલિયામાં ફસાયું છે. વાપીનું ડોકટર દંપતિ હનીમુન માટે પોર્ટવિલાનાં વનુઆટુ આઇલેન્ડ પર માર્ચ મહિનામાં ગયા હતાં. 24 માર્ચના રોજ તેમની રિટર્ન ટિકિટ હોય આંતરરાષ્ટ્રીય ફલાઇટો બંધ કરી દેતાં તેઓને ત્યાં રોકાઇ જવાની નોબત આવી છે. દંપતી ફસાઈ જતા તેમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે. માહિતી અનુસાર, વાપીનાં ડો. કૃણાલ રામટેકે અને ડો.પૂજા ટંડેલ જેઓ વાપીની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડો.કૃણાલ મૂળ નાગપુરનાં રહેવાસી છે અને વાપીમાં સ્થાયી થયા છે.

Image source

ડૉક્ટર દંપતી કૃણાલ રામટેકે અને પૂજા ટંડેલના 10 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. ત્યારબાદ 15 માર્ચે તેઓ હનીમૂન માટે ઓસ્ટ્રેલિયામાં વનઆટુ આઈલેન્ડ ગયા હતા.

Image source

લોકડાઉન લમ્બાવવાના કારણે દંપતીએ ત્યાં જ એક મકાન ભાડે રાખ્યું છે. પરંતુ હવે આર્થિક તકલીફો વધવાના કારણે થતાં ડોકટર દંપતિએ ભારત આવવા માટે PMO ,વિદેશમંત્રી, CMOને ટ્વીટ અને મેઇલ કર્યા હતાં. પરંતુ કોઇ મદદ મળી ન હતી.તેનાં કારણે ડોકટર દંપતિ અને તેમના પરિવારજનો ભારે ચિંતામાં મૂકાયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.