ખબર

દમણ જતા વાપીના વેપારીના પુત્રએ આ ભૂલ કરતા 10 લાખની હાર્લી ડેવિડસન સ્લીપ થઇ, પટકાતા મોત

ગુજરાતના દમણમાં અકસ્માતનો સનસની ભર્યો મામલો સામે આવ્યો છે. વાપીના મુખ્ય હાઇવે પર વરકુંડ સ્થિત સંત નિરંકારીની નજીક વિદેશી બાઈક હાર્લી ડેવિસનના ચાલકનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મૌત નીપજ્યું છે.

રિપોર્ટના આધારે બાઈક ચાલક વાપીના એક વેપારીનો દીકરો છે. વાપીના વેપારી ઓમપ્રકાશ ઠાકુરનો 38 વર્ષની દીકરો જયદીપ સીંહ પોતાના મિત્ર સાથે દમણ ગયો હતો અને ત્યાથી રાતે તેઓ પરત આવતા હતા. આ સમયે જ બાઈક સ્લીપ થતા જયદીપના માથા પર ગંભીર ઇજા થતા મૃત્યુ થયું હતું.

જયદીપ રાતે 10 લાખની વિદેશી બાઈક 100ની સ્પીડમાં ચલાવી રહ્યો હતો. ટર્ન મારવા જતા બાઈક પરનું નિયંત્રણ ગુમાવવાને લીધે બાઈક સ્લીપ થઈને ઘસડાઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેને લીધે જયદીપનું ઘટના સ્થળે જ મૌત થયું હતું જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને ઇજા થતા તેને 108 દ્વારા દમણની હોસ્પિટલમાં ખડેસવામાં આવ્યો હતો, હાલ પોલીસ અકસ્માત પર જાંચ કરી રહી છે.