વાપી: કોરોનાને કારણે દીકરીએ લગ્ન પહેલા તોડ્યો દમ, પીઠીના દિવસે લીધા અંતિમ શ્વાસ, પરિવારની ખુશી ફેરવાઇ માતમમાં

કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દરરોજ 100થી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી લહેરમાં અનેક કોરોના વૉરિયર્સ પણ મોતને ભેટી રહ્યા છે. બુધવારે વાપીની હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુતીએ કોરોના સામે જંગ લડતાં લડતાં દમ તોડી દીધો નર્સને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન હતા. યુવતીના મોતથી પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

કપરાડાના મોટાપોંઢામાં ઓમકચ્છમાં રહેતી મનીષાબેન ડી. પટેલ નર્સિંગનો કોર્સ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા પણ આપી ચૂકી છે. હાલ કોઇ હોસ્પિટલમાં ફરજ બજાવતી ન હતી. ઘરે જ રહેતી હતી. તેમના 23 એપ્રિલે શુક્રવારે તેમના લગ્ન નકકી કરાતા પરિવાર દ્વારા લગ્નની ખરીદી અને અન્ય કામગીરીમાં પરિવાર વ્યસ્ત હતો. પરંતુ કોરોનાને કારણે તેમની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ. મોટાપોંઢાની યુવતી બે દિવસ પહેલા બહુ જ ક્રિટકલ હાલતમાં આવતાં નિમોનિયા- કોરોનાં લક્ષણો જણાતાં સારવાર શરૂ કરાઇ હતી. જેને ઓક્સિજન બાદ તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. વાપી-હોસ્પિટલો હાઉસફુલ હોવાથી જગ્યા મળી ન હતી. ટૂંકી સારવારમાં તેમનું મોત થયુ હતું.


લગ્નની તારીખ પૂર્વે મનીષાને તાવ આવતાં સેલવાસની ચેત્નય હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરાઇ હતી, ત્યાં તબિયત લથડતાં તેમને તરત વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી, પરંતુ બે દિવસની ટૂંકી સારવારમાં પીઠીના દિવસે જ મોત થયુ હતું. પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે મનિષાના લગ્ન માટે તમામ તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તમામ ખરીદી પણ કરી લેવામાં આવી હતી. એટલે સુધી કે પરિવારે દીકરીના લગ્ન માટે મંડપ પણ નાખી દીધો હતો. પરંતુ કુદરતે કંઈક બીજું જ લખ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

વલસાડ ગ્રામ્ય વિસ્તારોમાં 10 દિવસના સ્વૈચ્છિક બંધની જાહેરાત: વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાને કાબૂમાં રાખવા વહીવટીતંત્ર અને જિલ્લાના વેપારી એસોસિએશન સાથે અન્ય અગ્રણીઓએ સામૂહિક નિર્ણયના ભાગરૂપે 20મી એપ્રિલથી 10 દિવસ સુધી જિલ્લામાં સ્વૈચ્છિક બંધનું એલાન કર્યું, બુધવારે જિલ્લામાં બંધની અસર નહિવત જોવા મળી હતી. અનેક તાલુકા અને ગામોની બજારો પહેલાની જેમ ચાલુ જોવા મળી હતી.

Shah Jina