ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, અસદુદ્દીન ઓવૈસી અંદર બેઠા હતા, જુઓ તસવીરો

સુરત જતા સમયે વંદે ભારત એક્સપ્રેસ પર થયો પથ્થરમારો, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી અંદર હતા, જુઓ PHOTOS

ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હોવાની ખબર સામે આવી રહી છે. ટ્રેનની બારીના કાચ પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓએ પથ્થર ફેંક્યા હતા, જેમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સવાર હતા. પાર્ટી નેતા વારિસ પઠાને દાવો કર્યો છે કે આરોપીઓના નિશાના પર ઓવૈસી હતી. સુરત જતા સમયે વંદે ભારત એક્સપ્રેસ પર સોમવારે મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આમાં સવાર હતા. જો કે આ ઘટનામાં ઓવૈસી બચી ગયા હતા,

પરંતુ ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેન પર સુરતથી લગભગ 20-25 કિલોમીટર પહેલા હુમલો થયો હતો. રેલ્વે પ્રશાસને આ હુમલાની તપાસની વાત કરી છે. જો કે, હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. AIMIMના પ્રવક્તા વારિસ પઠાને કહ્યું કે ઓવૈસીને ચૂંટણીમાં આગળ વધવા નહિ દેવા માટે ઈરાદાપૂર્વક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીના નેતા વારિસ પઠાને ટ્વીટ કરીને લખ્યું કે

આજે સાંજે જ્યારે અમે, ઓવૈસી સાહેબ અને AIMIM નેશનલની ટીમ અમદાવાદથી સુરત જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા. વારિસ પઠાને જણાવ્યું કે, જે કોચમાં AIMIM ચીફ ઓવૈસી મુસાફરી કરી રહ્યા હતા તેની બારીના કાચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને ઓવૈસીની મુલાકાતની માહિતી પણ આપી હતી.

વારિસ પઠાને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે મોદીજી, તમે પથ્થરોનો વરસાદ કરો કે આગનો વરસાદ કરો, આ હકનો અવાજ અટક્યો નથી અને અટકશે નહીં.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 30 સપ્ટેમ્બરે ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગરથી લીલી ઝંડી બતાવી હતી. ઓવૈસીની વાત કરીએ તો, તેઓ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતની મુલાકાતે છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

Shah Jina