એક પછી એક હવે પાંચમો અકસ્માત, આ વખતે વલસાડમાં વંદે ભારત જુઓ કોની સાથે ભટકાઈ, જુઓ તસવીરો

ગુજરાતને વંદે ભારત ટ્રેનના રૂપમાં એક મોટી ભેટ મળી છે, પરંતુ જ્યારથી આ ટ્રેન શરુ કરવામાં આવી છે ત્યારથી એક પછી એક અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સુધીની સફર ખેડે છે, ત્યારે અત્યાર સુધીમાં આ ટ્રેનને પાંચ વાર અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. હાલ વલસાડના ઉદવાડા નજીક અમદાવાદથી મુંબઈ જતી વખતે વંદે ભારત ટ્રેન એક બળદ સાથે અથડાઈ હોવાની ખબર સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી મુંબઈ તરફ જતા દરમિયાન વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન પર ટ્રેન સાથે બળદની ટક્કર થઇ હતી. જેમાં બળદનું મોત થયું હતું. આ ઉપરાંત ટ્રેનને પણ નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માત થવાના કારણે સંજાણ નજીક ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી, ઘટનાની જાણ થતા જ રેલવે કર્મચારીઓ પણ તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા અને રીપેરીંગ કામ શરૂ કર્યું હતું.

ટ્રેનના કેટલા રન ઓવરને રીપેરીંગ કર્યા બાદ બાદ 20 મિનિટ પછી ટ્રેનને મુંબઈ તરફ જવા રવાના કરવામાં આવી હતી. આ રીતે એક પછી એક વંદે ભારત ટ્રેન સાથેના અકસ્માતની ઘટનાઓ સામે આવતા જાણે ટ્રેનની પનોતી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. સૌથી પહેલા 6 ઓક્ટોબરના રોજ અમદાવાદના વટવા પાસે ટ્રેનની અડફેટમાં બે ભેંસો આવી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

જેના બાદ 7 ઓક્ટોબરના રોજ વંદે ભારત ટ્રેનને આણંદ નડિયાદ વચ્ચે બોરીયાવી કણજરી સ્ટેશન નજીક ગાય સાથે અકસમાત થયો હતો. જેમાં પણ ટ્રેનને નુકશાન થયું થયુ. ત્રીજો અકસ્માત 29 ઓક્ટોબરના રોજ વલસાડના અતુલ સ્ટેશન પાસે થયો હતો જેમાં બળદ ટ્રેન સાથે અથડાયો હતો અને ચોથા અકસ્માતમાં 8 નવેમ્બરના રોજ આણંદ રેલવે સ્ટેશન નજીક એક 54 વર્ષીય મહિલાનું વંદે ભારત ટ્રેનની અડફેટે મોત થયું હતું. જેના બાદ હવે આ પાંચમો અકસ્માત સામે આવ્યો છે.

Niraj Patel