રેલવેએ પશુ માલિકો વિરુદ્ધ લીધું મોટું પગલું, સાવધાન થઇ જજો પશુ માલિકો….જુઓ વંદે ભારત ટ્રેન બાબતે શું નવી અપડેટ આવી

નવી શરૂ થયેલી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસની ગુરુવારના રોજ ભેંસ સાથે ટક્કર થઇ હતી અને એક દિવસ બાદ એટલે કે શુક્રવારે ફરી તે પશુ સાથે અથડાઈ હતી. બે દિવસમાં આ બીજી ઘટના છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગાંધીનગરથી જતી વખતે વડોદરા સેક્શનમાં આણંદ સ્ટેશન પાસે ગાય ટ્રેનની સામે આવી ગઈ, જેના કારણે ટ્રેનના આગળના ભાગમાં નજીવું નુકશાન થયુ છે. જો કે, 10 મિનિટ રોકાયા બાદ ટ્રેનને ફરીથી શિડ્યુલ કરવામાં આવી હતી. અગાઉ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે અમદાવાદ રેલવે સ્ટેશન નજીક ભેંસોના ટોળા સાથે અથડાઈ હતી.

જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. આ પછી થોડીવાર ટ્રેન ઉભી રહી હતી. જો કે, લગભગ 8 મિનિટ પછી ટ્રેન સવારે 11:27 વાગ્યે પુનઃ નિર્ધારિત કરવામાં આવી હતી. શુક્રવારની ઘટના મુંબઈથી 432 કિમી દૂર આણંદમાં બપોરે 3.48 કલાકે બની હતી. ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જઈ રહી હતી. દુર્ઘટના બાદ ટ્રેનને લગભગ 10 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી.

આગળના ભાગમાં એટલે કે ડ્રાઈવર કોચમાં એક નાનો ખાડો પડ્યો છે. ટ્રેન સરળતાથી ચાલી રહી છે. માહિતી આપતાં, વટવા રેલ્વે સ્ટેશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે રેલ્વે એક્ટ, 1989ની કલમ 147 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે રેલ્વેના કોઈપણ ભાગમાં અનધિકૃત પ્રવેશ અને તેની મિલકતના દુરુપયોગ સાથે સંબંધિત છે. આ સાથે જ આ અકસ્માતો પર રેલ્વે મંત્રીનું સ્પષ્ટીકરણ પણ આવ્યું છે. ગુજરાતના આણંદમાં બોલતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાટા પર પશુઓ સાથે અથડામણ અનિવાર્ય છે

અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની રચના કરતી વખતે આને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વંદે-ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરૂવારે સવારે ગુજરાતમાં ભેંસોના ટોળા સાથે ટકરાયા બાદ રેલવે સુરક્ષા દળે આ પશુ માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જણાવી દઈએ કે રેલવે પ્રોટેક્શન ફોર્સે ભેંસના માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ નવી પેઢીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપી હતી.

નવા અપગ્રેડ સાથે આ ટ્રેન મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જોકે, અત્યારે તેની મહત્તમ સ્પીડ 130 kmph નક્કી કરવામાં આવી છે.પીએમ મોદીએ તેમાં ગાંધીનગરથી અમદાવાદ સુધીનો પ્રવાસ પણ કર્યો હતો. ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી 20901 વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલે છે.

Shah Jina