BREAKING : વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, ગાય અથડાતા આવી હાલત થઇ ટ્રેનની, જુઓ તસવીરો

ગઈકાલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પહેલો અકસ્માત થયો છે. હજુ ગયા સપ્તાહે જ શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ વટવા સ્ટેશન નજીક ભેંસને અથડાતા ટ્રેનના આગળના ભાગને નુક્સાન થયું હતું. IRCTC પ્રમાણે, આ ટ્રેન અમદાવાદ સ્ટેશને પહોંચે તે પહેલા જ તેને આ અકસ્માત નડ્યો હતો. જોકે, તેનાથી ટ્રેનના આગળનું કવર તૂટ્યા સિવાય બીજું કોઈ નુક્સાન નહોતું થયું.

અકસ્માતને કારણે ટ્રેનને થોડો સમય અટકાવાઈ હતી, પરંતુ તેના કારણે તેના સમયપત્રક પર કોઈ ફરક નથી પડ્યો. ગઈકાલે રેલવે પીઆરઓ પ્રદીપ શર્માએ મીડિયા રિપોર્ટ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભેંસો રેવલે ટ્રેક પર આવી જવાના કારણે ટ્રેન તેમની સાથે અથડાઈ હતી. પછી તેના ફ્રંટ હુડને નુક્સાન થયું હતું.

જોકે, તેને ઘટનાસ્થળે જ રિપ્લેસ કરીને ટ્રેનને રવાના કરી દેવાઈ હતી. આ અકસ્માતના કારણે ટ્રેનના સંચાલન પર કોઈ અસર નથી પડી. હવે આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ફરી એક અકસ્માત થયો છે. આજે શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું.

આ એક્સીડંટ થયું ત્યારે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી અને બ્રેક લગાવી, પરંતુ રિસ્પોન્સનો સમય ઓછો હતો. રેલ્વે અધિકારીના જણાવ્યા પ્રમાણે આજે આ ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી, સિવાય કે તેની આગળની પેનલ પર એક નાનો ઘોબો પડ્યો છે\. આજની આ ઘટના બપોરે લગભગ 3:48 કલાકે મુંબઈથી લગભગ 432 કિલોમીટર દૂર આણંદ નજીક બની હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષમાં 30 સપ્ટેમ્બરે આપણા PM મોદીએ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 6 દિવસ બાદ ટ્રેન સતત બે વખત અકસ્માતનો શિકાર બની રહી છે. સદનસીબે બંને દિવસે બનેલા અકસ્માતમાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી. ગઈકાલે વટવા-મણિનગર રેલવેના પાટા પર એકાએક ભેંસોનું ટોળુ આવી ગયું હતું. ગાડી ફૂલ સ્પીડમાં હતી. એને લીધે અચાનક બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, જો એવું કરે તો ગાડી પાટા પરથી નીચે આવી જાય. અફસોસ કે, આ અક્સ્માતમાં ભેંસો મૃત્યુ પામી હતી.

YC