આવી હેવાનિયત ક્યાંથી લાવે છે દરિંદાઓ ? પહેલા શ્રદ્ધા અને હવે કવિતા…હિંદુ પ્રેમિકાનું માથુ કાપી નાખ્યું, શરીરના 3 ટુકડા કરી કર્યુ એવું કે…

અબુ બકરે હિંદુ યુવતિને ત્રણ ટુકડામાં કાપી ફેંકી દીધી, સૂટકેસમાં ફરી નાળામાં ફેંકી, જાણો સમગ્ર વિગત

શ્રદ્ધા મર્ડર કેસ હાલ દેશભરમાં ચર્ચામાં છે. દિલ્લીના મહરૌલીમાં આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી અને તે બાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. તે લગભગ 20-22 દિવસ સુધી રોજ અલગ-અલગ જગ્યાએ તે ટુકડાઓને ફેંકતો હતો. પોલીસે 12 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી અને ત્યારથી રોજ આ કેસમાં નવા નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે શ્રદ્ધા જેવો હત્યાકાંડ બાંગ્લાદેશમાંથી પણ સામે આવ્યો છે. અહીં ખુલના શહેરના ગોબરચકા વિસ્તારમાં અબુ બકરે હિંદુ યુવતિને પહેલા પ્રેમની જાળમાં ફસાવી અને પછી તેની બેરહેમીથી હત્યા કરી તેના શરીરના ત્રણ ટુકડા કરી નાળામાં ફેંકી દીધા.

અબુ બકરની પોલિસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. બાંગ્લાદેશ પોસ્ટ અનુસાર યુવતીનું નામ કવિતા છે. અબુ બકરે પોલીસને જણાવ્યું કે તેની અને કવિતા વચ્ચે ઘણા દિવસોથી લડાઈ ચાલી રહી હતી. જેનાથી કંટાળીને તેણે કવિતાની હત્યા કરી નાખી. કવિતા અને અબુ બંને રિલેશનશિપમાં હતા. કવિતાને ખબર નહોતી કે અબુ બકર પરિણીત છે. જ્યારે તેને અબુ બકરની છેતરપિંડીની ખબર પડી તો તેણે તેનો વિરોધ કર્યો. આ પછી બંને રોજેરોજ ઝઘડવા લાગ્યા. આ પછી અબુ બકરે કવિતાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું.

પહેલા તેણે કવિકાનું માથું કાપી નાખ્યુ અને પછી મૃતદેહના ત્રણ ટુકડા કરી બેગમાં રાખી તેને નાળામાં ફેંકી દીધા હતા. આ ઘાતકી હત્યાનો મામલો 6 નવેમ્બર રવિવારના રોજ પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે આરોપી અબુ બકર કામ પર આવ્યો નહોતો. અબુ બકરનો ફોન સ્વીચ ઓફ હતો, તે જે ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે તેના માલિકે આ બાબતે પૂછપરછ કરવા માટે તેના ભાડાના મકાનમાં કોઈને મોકલ્યા ત્યારે તે વ્યક્તિએ ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું અને મકાનમાલિકને જાણ કરી.

પરિસ્થિતિ શંકાસ્પદ બની જતાં મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો ખોલ્યો તો ઘરના એક બોક્સમાંથી એક હિન્દુ મહિલાની માથા વગરની લાશ મળી આવી હતી. ઘરની વધુ તપાસ કરતાં માથું પોલીથીનમાં લપેટાયેલું મળી આવ્યું હતું, પરંતુ તેના હાથ ગાયબ હતા. મકાન માલિકે પોલીસને જણાવ્યું કે તે મહિલાને ઓળખતો નથી. આ સાથે મકાન માલિકે જણાવ્યું કે આ મહિલા અબુ બકરની પત્ની નથી.

શ્રદ્ધા વોકર અને આફતાબ પૂનાવાલા

પોલીસે બાદમાં મૃતકની ઓળખ કાલીપદ બાચાની પુત્રી કવિતા રાની તરીકે કરી હતી. ફરાર અબુ બકર આ કેસમાં મુખ્ય શકમંદ હતો. પોલીસે તેની લિવ-ઈન પાર્ટનર સપના સાથે 7 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. સપના કાયદેસર રીતે અબુની પત્ની નથી. તે શહેરની પ્રિન્સ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. અબુએ રિલેશનશિપમાં હોવા છતાં કવિતાને ખોટા પ્રેમની જાળમાં ફસાવી હતી. 5 નવેમ્બર 2022ના રોજ અબુ બકર તેની કથિત પત્ની સપના સાથે રૂપસા નદી પાર કરીને ઢાકા જવા રવાના થયો હતો.

પોલીસ તેમજ RAB ઈન્ટેલિજન્સે 6 નવેમ્બર 2022ની રાત્રે આરોપી અબુ બકરના ઠેકાણાને શોધી કાઢ્યા અને તેની અને સપનાની ગાઝીપુર જિલ્લાના બાસન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચોરાસ્તા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ ગુનાની કબૂલાત કર્યા પછી આરએબીએ શહેરના ગોબરચકા વિસ્તારમાં એક સાંકડી જગ્યાએથી કવિતાના કપાયેલા હાથ, પોલિથીનમાં સીલ કરેલા મેળવ્યા હતા.

Shah Jina