ગુજરાતના એક નાના એવા ગામડાના બાળક ધૈર્યરાજની મદદ માટે ઘણા લોકો સામે આવ્યા અને તેની સારવાર માટે થનારો 16 કરોડનો ખર્ચ પણ થોડા જ સમયમાં ભેગો કરી અને ધૈર્યરાજને એક નવું જીવન આપવામાં આવ્યું,
ત્યારે હાલ વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ એક નાના બાળકને નવું જીવન આપ્યું છે. વિરાટ અને અનુષ્કાએ નાના બાળક અયાંશ ગુપ્તા નામના બાળકનો જીવ બચાવ્યો છે. આ બાળક પણ સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો.
આ બાળકને દુનિયાની સૌથી મોંઘી દવા જોલ્ગેનસ્માની જરૂર હતી. જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયાની આસપાસ હતી. બાળકની સારવાર માટે ફંડ ભેગું કરવા અયાંશના માતા પિતાએ “AyaanshFightsSMA” નામથી એક ટ્વીટર એકાઉન્ટ બનાવ્યું હતું.
થોડા દિવસ પહેલા જણકારી મુકવામાં આવી હતી કે દવા મળી ગઈ છે અને તેના માટે વિરાટ અનુષ્કાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ દોરા માટે રવાના થઇ ચૂકી છે.
ગત રાત્રે એરપોર્ટ પર બધા ખિલાડીઓની તસવીર સામે આવી છે. આ દોરા પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે રવાના થયા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ WTCની ફાઇનલ મેચ માટે ટીમ ઇંડિયા 2 જૂને લંડન રવાના થઇ છે. ભારતીય ટીમ આજે લંડન પહોંચશે અને ત્યાંથી સાઉથૈમ્પ્ટન જશે. વિરાટ કોહલી પણ તેમના પરિવાર સાથે રવાના થયા છે, ત્યારે ટીમ ઇંડિયા પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં ઇંગ્લેન્ડ રવાના થઇ છે, જેમાં મેન અને વિમેન બંને ટીમો સામેલ છે.
તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ વર્ષે જાન્યુઆરીમાં પેરેન્ટ્સ બન્યા હતા. ત્યારથી જયારે પણ તે પતિ વિરાટ સાથે ક્રિકેટ દોરા પર જાય છે, ત્યારથી તેમની દીકરી પણ સાથે જોવા મળે છે.
પરંતુ હજી સુધી વામિકાનો ચહેરો કોઇને નજર આવ્યો નથી. હાલ પણ તે જયારે એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે અનુષ્કાએ વામિકાનો ચહેરો એક ગ્રે કલરના કપડાથી કવર કરી રાખ્યો હતો.
એરપોર્ટ પર બસથી ઉતર્યા બાદ અનુષ્કા શર્માની આ તસવીરો સામે આવી છે. જેમાં તે વામિકાને ખોળામાં લઇ અને તેનું મોં કવર કરી જતી જોવા મળી રહી છે. એરપોર્ટ પર એન્ટ્રી સમયે અનુષ્કા અને વિરાટની આ તસવીર ક્લિક થઇ છે. બંને માસ્કમાં જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇંડિયાને 18થી22 જૂન સુધી ન્યુઝિલેન્ડ વિરૂદ્ધ WTCની ફાઇનલ મેચ રમવાની છે. ટીમ ઇંડિયા લગભગ 4 મહિના સુધી દોરા પર રહેશે. તે બાદ ભારતને 4 ઓગસ્ટે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
View this post on Instagram
એક તરફ જયાં બોલિવુડ અભિનેતા સોનુ સૂદ છેલ્લા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે ત્યારે અક્ષય કુમાર પણ મદદ માટે આગળ આવ્યા છે. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ દેશની મદદ માટે અભિયાન ચલાવ્યુ છે.
એવામાં અભિનેતા રાશિદ ખાને એક ટ્વીટ કરી છે, જેમાં લખ્યુ છે કે, અમિતાભ બચ્ચન સર તમે 100 ટકા સાચા છો, જો તમારી ઓકાત છે દાન કરવાની તો કરો નહિ તો ચૂપચાપ બેસો. દાન કરવા માટે લોકો પાસે ભીખ કેમ માંગો છો ? આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી કંઇ સમજ આવ્યુ ? જો કે તેમનું આ ટ્વીટ લોકોને પસંદ નથી આવ્યુ.
તમને જણાવી દઇએ કે, અનુષ્કા અને વિરાટે 7 કરોડ એકઠા કરવાનું લક્ષય બનાવ્યુ હતુ પરંતુ તેનાથી ઘણા વધારે રૂપિયા જમા થઇ ગયા છે. ત્યાં જ બીજી બાજુ આલિયા ભટ્ટ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત કામ કરી રહી છે.

વિરાટ અને અનુષ્કા દ્વારા શરૂ કરવામાં આવેલું અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.
The entire Indian team along with the ladies team are on their way to England for their next tournament. All the cricketers were snapped with with their spouse and kids as they all arrived in a common bus abd not their individual cars. #viratkohli #anushkasharma ❤ pic.twitter.com/FgqW3k9QTd
— Viral Bhayani (@viralbhayani77) June 2, 2021
સાઉથૈમ્પ્ટનમાં ટીમ ઇંડિયા હોટલમાં 10 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેશે. તમને જણાવી દઇએ કે, આઇપીએલ 2021નું સિઝન સ્થગિત થયા બાદ ભારતીય ખિલાડીઓ તેમના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે.
View this post on Instagram