દીકરી વામિકાને ખોળામાં લીધેલી અનુષ્કા અને હાથમાં સમાન લઈને એરપોર્ટ ઉપર સ્પોટ થયો વિરાટ કોહલી, જુઓ તસ્વીરો અને વીડિયો

લાડલી વામિકાની તસવીરો આવી સામે… જુઓ કેટલો પ્રેમ કરે છે અનુષ્કા-વિરાટ

ભારતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ હવે ટી-20માં પણ વિજય મેળવી લીધો છે. ત્યારે હાલમાં જ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને પત્ની અનુષ્કા અને દીકરી સાથે એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા, જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

વિરાટ કોહલી હવે ઈંગ્લેંડ સામે વન-ડે ટીમની સુકાની કરવાનો છે ત્યારે તે આ સિરીઝ માટે રવાના થયો હતો. આ દરમિયાન તેની સાથે અનુષ્કા અને બે મહિનાની દીકરી વામિક પણ જોવા મળી હતી.

એરપોર્ટ ઉપરથી સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે અનુષ્કાએ બે મહિનાની દીકરી વામિકાને પોતાના ખોળામાં ઊંચકી લીધી છે. તો વિરાટ કોહલી સામાનથી ભરેલી બેગ લઈને ચાલતો જોવા મળી રહ્યો છે. જેમાં અનુષ્કા એક પરફેક્ટ માતા અને વિરાટ એક પરફેક્ટ પિતાની ભૂમિકા નિભાવી રહ્યો છે.

ચાહકો પણ વિરાટ અને અનુષ્કાની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો કોરોનાના કારણે વિરાટ અને અનુષ્કા દીકરીને લઈને સલામતીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાનો જન્મ 12 જાન્યુઆરીના રોજ થયો હતો. થોડા સમય પહેલા જ તે બંનેએ દીકરીના જન્મના 2 મહિના પૂર્ણ થવા ઉપર શાનદાર કેક પણ કાપી હતી.

વિરાટ અને અનુષ્કા  પોતાની દીકરી સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર સ્પોટ થયા હતા, જે દરમિયાન ફોટોગ્રાફરે તેમને ઘણી તસવીરો કેદ કરી હતી.

Niraj Patel
error: Unable To Copy Protected Content!
Exit mobile version