વિરાટ અને અનુષ્કાની લાડલી દીકરી વામિકાના જન્મ દિવસની તસવીરો આવી સામે, મિત્રો સાથે રમતી જોવા મળી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તેની રમતને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે, તો તેની પત્ની અનુષ્કા શર્મા પણ તેના અભિનયના કારણે લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાના જન્મને એક વર્ષ પૂર્ણ થઇ ગયું પરંતુ હજુ સુધી તેની કોઈ તસવીર સોશિયલ મીડિયામાં સામે નથી આવી, ચાહકો હજુ પણ વામિકાનો ચહેરો જોવા માટે આતુર છે.

ગઈકાલે 11 જાન્યુઆરીના રોજ વામિકાનો પહેલો જન્મ દિવસ હતો. આ પ્રસંગે ચાહકો પણ વોમિકાની નવી તસવીરની રાહ જોઈ રહ્યા હતા અને તેમની આ ઈચ્છાને અભિનેત્રીએ પૂર્ણ પણ કરી દીધી. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા ઉપર પોતાની લાડલીની એક ના જોયેલી તસવીર શેર કરી છે.

વિરાટ અને અનુષ્કા પોતાની દીકરીને લાઇમ લાઈટથી દૂર રાખે છે. તે છતાં પણ વામિકાના પહેલા જન્મ દિવસે સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ છવાયેલી રહી. ચાહકોનું નજર પણ અનુષ્કા અને વિરાટના સોશિયલ મીડિયા ઉપર મંડરાયેલી હતી. જેના બાદ અનુષ્કાએ વામિકાની તસવીર શેર કરીને ચાહકોની ઈચ્છા પૂર્ણ કરી.

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર દીકરી વામિકાની એક નવી તસવીર શેર કરી. આ તસ્વીરમાં વામિકા તેની માતાની મિત્ર રૂમી મિત્રાની દીકરી સાથે રમતી નજર આવી રહી છે. પોસ્ટની સાથે અનુષ્કાએ વામિકાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા માટે પોતાની દોસ્તનો આભાર પણ વ્યક્ત કર્યો.

તો અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશે પણ તેની ભાણી વામિકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઘણી તસવીરોનો કોલાજ શેર કર્યો છે, જેમાં તે તેના માતાપિતા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સાથે જોવા મળે છે. જોકે, આ તસવીરોમાં પણ વામિકનો ચહેરો દેખાતો નથી. આને શેર કરતાં કર્ણેશે લખ્યું છે કે, ‘વામિકા કોહલી 1 વર્ષની થઈ ગઈ છે.’

Niraj Patel