વિરાટ-અનુષ્કાની લાડલી વામિકા બેબી ચેર ઉપર બેસીને મમ્મી પપ્પા સાથે કરી રહી હતી નાસ્તો, તસવીર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી હાલમાં વર્લ્ડ ટી-20 વિશ્વકપમાં પોતાનું પૂરતું ધ્યાન લગાવી રહ્યા છે. ભારતે પોતાની પહેલી વોર્મઅપ મેચની અંદર ઈંગ્લેંડ સામે શાનદાર વિજય મેળવ્યો જેના બાદ આજે બુધવારના રોજ ભારતની ઓસ્ટ્રેલિયા સામે વોર્મઅપ મેચ છે. આ મેચ પહેલા વિરાટ પોતાના પરિવાર સાથે રિલેક્સ મૂડમાં જોવા મળ્યો હતો.

ત્યારે વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે તેમની દીકરી વામિકાની પણ એક નવી તસવીર સામે આવી છે. જેમાં તે તેના મમ્મી પપ્પા સાથે દુબઇના એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ કરતી નજર આવી રહી છે.

યુએઈમાં હોટલની અંદરથી કપ્તાન કોહલીએ બ્રેકફાસ્ટ ટેબલ ઉપરથી આ તસવીર શેર કરી છે. સાથે જ કેપશનમાં હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે. ટેબલ ઉપર વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને દીકરી વામિકા જોવા મળી રહ્યા છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ દીકરી વામિકનો ચહેરો ચાહકોને જોવા નથી મળી રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

સામે આવેલી આ તસવીરમાં વિરાટ કોહલી અને અનુષ્કા દીકરી વામિકા સાથે બ્રેકફાસ્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે. વિરાટ અને અનુષ્કા તસ્વીરમાં પોતાની લાડલી સામે જોઈ રહ્યા છે અને તેમના ચહેરા ઉપર પોતાની દીકરી માટે એક પ્રેમાળ મુસ્કાન પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર આ તસવીર શેર કરી છે. જેના ઉપર ચાહકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. વામિક બેબી ચેર ઉપર બેઠેલી નજર આવી રહી છે. અને તેનો ચહેરો કેમેરાની ઓપોઝીટ છે. વિરાટ અને અનુષ્કાના ઘણા ચાહકો દીકરી વામિકાનો ચહેરો બતાવવાની માંગણી કોમેન્ટ કરીને કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


આ પહેલા અનુષ્કા શર્માએ પોતાની લાડલી વામિકા સાથે વિરાટની એક તસવીર શેર કરી હતી. જેમાં તે પ્લે ઝોનમાં રમતી નજર આવી રહી હતી. આ તસવીર શેર કરવાની સાથે જ અનુષ્કાએ એ સરસ મજાનું કેપશન પણ લખ્યું હતું, અનુષ્કાએ લખ્યું હતું કે, “મારુ આખું દિલ, એક જ ફ્રેમમાં.” તેની આ તસવીરને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કાએ આ પહેલા પણ દીકરી વામિકાની ઘણી બધી તસવીરો શેર કરી છે, પરંતુ તેમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં હજુ સુધી દીકરી વામિકાનો ચહેરો જોવા નથી મળ્યો. તેમના ચાહકો પણ વામિકાની એક ઝલક જોવા માટે આતુર થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આઇપીએલમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ તરફથી પોતાની કપ્તાની હેઠળ છેલ્લી આઇપીએલ રમ્યો હતો. પ્લે ઓફની મેચમાં જયારે આરસીબી હારી ગયું ત્યારે વિરાટની આંખોમાં પણ આંસુઓ જોવા મળ્યા હતા. આરસીબીના ચાહકોને પણ ખુબ જ દુઃખ પહોંચ્યું હતું.

વિરાટ હાલમાં યુએઈમાં ટી-20 વિશ્વકપમાં ભારતનું નૈતૃત્વ કરી રહ્યો છે,આ સમયે વિરાટની સાથે દુબઈમાં તેનો પરિવાર પણ હાજર છે. તેની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા પણ તેને ચીયર કરવા માટે તેની સાથે છે.

Niraj Patel