ફેન્સ માટે ખુશખબરી, પહેલી વાર માતા અનુષ્કાએ શેર કરી આવી તસવીરો
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની દીકરી વામિકા 6 મહિનાની થઇ ગઇ છે. અનુષ્કા શર્માએ દીકરીના છઠ્ઠા જન્મદિવસ પર ખૂબ જ ખૂબસુરત તસવીરો શેર કરી છે.
અનુષ્કાએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. સામે આવેલ તસવીરોમાં પહેલી વાર વિરાટ કોહલી તેમની દીકરી વામિકા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
વિરાટનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ સાથે જ અનુષ્કાએ પણ વામિકા સાથે તસવીર શેર કરી છે. તેમાં તે બંને ખૂબ જ પ્રેમાળ લાગી રહ્યા છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે વિરાટ, અનુષ્કા અને વામિકા પાર્કમાં ખુલ્લા આસમાન નીચે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
વિરુષ્કાએ દીકરી વામિકાના 6 મહિના પૂરા થવા પર કેક કાપીને સેલિબ્રેશન પણ કર્યુ હતુ. આ તસવીરો શેર કરતા અનુષ્કાએ લખ્યુ હતુ કે, તેની એક સ્માઇલથી અમારી પૂરી દુનિયા બદલાઇ શકે છે. હું આશા કરુ છુ કે, જે પ્રેમથી તુ અમારી તરફ જુએ છે અમે પૂરી રીતે જીવી જઇએ છીએ. અમને ત્રણેયને 6 મહિનાની શુભકામનાઓ.
આ પહેલી અનુષ્કાએ તેમની ત્રણેયની તસવીર શેર કરી વામિકાના નામનું એલાન કર્યુ હતુ. જો કે, આજ સુધી તે બંને દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં વામિકાનો ચહેરો જોવા મળ્યો નથી. ચાહકો ખૂબ જ બેસબ્રીથી વામિકાની પહેલી ઝલકની રાહ જોઇ રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા હતા.