...
   

વલસાડ : બોલો, હવે 3 વર્ષની બાળકી સાથે પિતાના મિત્રએ બાથરૂમમાં લઇ જઇ કર્યુ એવું કે…

ગુજરાતમાંથી ઘણીવાર બાળકીઓ અને યુવતિઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં જ વલસાડના ઉમરગામમાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષિય બાળકી સાથે આ ઘટના બની. પિતાના મિત્રએ ચાલીની ઉપરના બાથરૂમમાં બાળકીને લઈ જઈ અડપલાં કર્યાં અને આ ઘટનાની જાણ માતાને થતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને યુવક બાળકીને બાથરૂમમાં મૂકીને ફરાર થઈ ગયો. આ પછી સાંજે ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં બાળકીની માતાની ફરિયાદ નોંધી.

આ ઘટનાની જાણ હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોને થતા તેઓએ ઉમરગામ પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અને ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મામલો શાંત કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ ઉશ્કેરાયેલા કેટલાંક તોફાની તત્ત્વોએ પાર્ક કરેલાં વાહનોને આગ ચાંપી દીધી.

પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડના ઉમરગામ વિસ્તારમાં આવેલ ચાલીમાં રહેતા એક શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી નજીકમાં રમી રહી હતી ત્યારે બાળકીના પિતાનો મિત્ર 27 ઓગસ્ટે બપોરે તેને લોભામણી લાલચ આપી ચાલીની ઉપરના બાથરૂમમાં લઈ ગયો અને શારીરિક અડપલાં કર્યા. આ દરમિયાન ચાલીમાં બાળકીની શોધખોળ કરતી માતા જોઈ જતા તેણે બાળકીને તેની પાસે બોલાવી બૂમાબૂમ કરી. અચાનક બાળકીની માતા આવી પહોંચતા બીજા ધર્મનો યુવક તાત્કાલિક બાળકીને મૂકી ત્યાંથી ભાગી ગયો.

ઘટના અંગે બાળકીની માતાએ તેના પતિને જાણ કરી. આ પછી આ મામલે સાંજે બાળકીના પરિવારે ઉમરગામ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી અને ઉમરગામ પીલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી. વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી આરોપી યુવકને ઝડપી પાડ્યો.

Shah Jina