BREAKING: વલસાડમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત: આટલા લોકોના થયા નિધન, જુઓ તસવીરો

વલસાડ જિલ્લામાં ભાઈબીજના શુભ દિવસે એક દુ:ખદ ઘટના સામે આવી છે. નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની પ્રવાસી બસને ગંભીર અકસ્માત નડ્યો છે, જેમાં બસના ક્લીનરનું કરુણ મૃત્યુ થયું છે અને 10થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે.

રાકેશભાઈ પટેલ દ્વારા આયોજિત આ પ્રવાસમાં 36 યાત્રીઓ દાદરા નગર હવેલીના દૂધની વિસ્તાર અને આસપાસના પર્યટન સ્થળોની મુલાકાતે જઈ રહ્યા હતા. દૂધનીથી લગભગ 4 કિલોમીટર દૂર, કરચોન ગામના ટર્નિંગ પાસે ઢોળાવવાળા રસ્તા પર બસની બ્રેક ફેઈલ થઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

બ્રેક ફેઈલ થતાં બસના ચાલકે વાહનને નિયંત્રણમાં લેવા માટે રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષ સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ક્લીનરે પોતાનો જીવ બચાવવા માટે ચાલુ બસમાંથી કૂદકો માર્યો, પરંતુ દુર્ભાગ્યવશ તે બસના પાછળના ટાયર નીચે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ પ્રવાસીઓને સારવાર માટે ખાનવેલની સબ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

YC