ખબર

કોરોના વાયરસે ગુજરાતમાં કોઈએ વિચાર્યું નોતું એવી જગ્યાએ એન્ટ્રી કરતા ફફડાટ, જાણો વિગત

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓ અત્યાર સુધી આ વાયરસથી બાકાત હતા, પરંતુ ધીમે ધીમે આ વાયરસ હવે એ જિલ્લાઓમાં પણ પ્રવેશવા લાગ્યો છે.

Image Source

વાપી અને વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં એકે પણ કોરોનાના કેસ જોવા મળ્યા નહોતા પણ હવે આ જિલ્લામાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે જેમાં એક હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.

Image Source

પોઝિટિવ આવેલા યુવકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, તો આ યુવકના સંપર્કમાં બીજા કાયા પોલીસકર્મીઓ અને હોમગાર્ડના કર્મીઓ આવ્યા હતા તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. પહેલો કેસ વલસાડના ઉમરગામમાં સામે આવ્યો હતો જેના બાદ આ બીજો કેસ ડુંગરી ગામમાંથી સામે આવ્યો છે. ઉમરગામમાં 30 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા 12 લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.