ફેમસ ગુજરાતી સિંગરની પારડીની પાર નદી નજીક કારમાંથી લાશ મળી, તસવીરો જોઈને ધ્રુજી જશો

ગુજરાતમાંથી ઘણીવાર રહસ્યમય સંજોગોમાં મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં વલસાડના પારડીની પાર નદી નજીક સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં તેના પતિએ સીટી પોલીસ મથકે શનિવારના રોજ સાંજે પત્નીના ગુમ થયાની જાણ કરી હતી અને તે બાદ રવિવારના રોજ આખરે મહિલાની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. જો કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

વલસાડના પારડીના પાર નદી કિનારે કાર નંબર GJ-15-CG-4224માં વલસાડની સિંગર વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. અજાણી કારને સ્થાનિક લોકોએ ઘણા સમયથી ઉભેલી જોઈ અને પછી ઘટનાની જાણ પારડી પોલીસને કરી. જે બાદ પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે બાદ તપાસમાં લાશ વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું સામે આવ્યુ હતું.

વૈશાલીના પતિએ તેના ઘરેથી ગુમ થયા હોવાની નોંધ કરાવી હતી. લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. જણાવી દઇએ કે, વૈશાલી બલસારા જાણીતી સિંગર છે. તેનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે. તે સ્ટેજ શોમાં ગિટાર પણ વગાડે છે. પતિ-પત્ની સ્ટેજ શો કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. પતિ હિતેશે શનિવાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પત્નીના ઘરે ન આવ્યા હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં કરી હતી.

તે એવું કહીને નીકળી હતી કે બહેનપણીને મળવા જઇ રહી છે. તે બાદ તેની લાશ પાર નદી કિનારે મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ વલસાડના જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કારની પાસે અન્ય સુરાગ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. હાલ તો પોલિસ વૈશાલીના મૃતદેહનું પીએમ કરાવી હત્યા અને આત્મહત્યા અંગે તપાસ કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સિંગરના મોતનું પગેરું ક્યારે ઉકેલાશે.

Shah Jina