વલસાડમાં પિતાની આંખો સામે જ દીકરી લગાવવા જઈ રહી હતી મોતની છલાંગ, અચાનક પિતાએ કર્યું એવું કે…. જુઓ વીડિયોમાં

સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણા લોકો કોઈને કોઈ કારણ સર પોતાનું જીવન ટૂંકાવવા માટેનો વિચાર કરતા હોય છે, ખાસ કરીને યુવાધન કોઈ પણ નાની અમથી વાતનું પણ દુઃખ પહોંચતા આપઘાત કરવા ચાલ્યા જાય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના વલસાડના સેલવાસમાંથી સામે આવી છે.

મળી રહેલ માહિતી અનુસાર વલસાડના સેલવાસમાં આપઘાત કરવા માટે અગાશી ઉપર ચઢેલી દીકરીને પિતાએ સમય સુચકતા વાપરીને બચાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. દીકરીએ શા કારણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો તેનું હજુ કોઈ કારણ સામે નથી આવી રહ્યું.

દીકરીને પકડ્યા બાદ તેના પિતા અગાશી ઉપરથી દીકરીને નીચે લઈને જોતા પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ ઘટના ઘણા વાલીઓ માટે પણ ચેતવણી રૂપ છે. આજે મોટાભાગનું યુવાધન મોબાઈલમાં વ્યસ્ત થતું જાય છે તો બીજી તરફ વાલીઓ પણ પોતાના કામની અંદર જ રચાયા પચ્યા રહેતા હોવાના કારણે સંતાનો ઉપર પૂરતું ધ્યાન પણ નથી રાખી શકતા જેના કારણે આવી ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે. હાલ આ ઘટનામાં દીકરીના આપઘાત કરવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું.

છેલ્લા થોડા સમયથી યુવાનોના આપઘાતની ઘણી ઘટનાઓ પણ સામે આવી રહી છે, ખાસ કરીને ઘણા યુવાનો મોબાઈલની અંદર ઓનલાઇન ગેમના રવાડે ચઢી અને ક્યારેક એવું પણ કરી બેસતા હોય છે જેના કારણે તેમના જીવન ઉપર પણ આફત આવી પડે છે, તો ઘણા બાળકો વાલીઓ દ્વારા ઓનલાઇન ગેમ રમવાની ના પાડવામાં આવતા આપઘાત પણ કરી લે છે.

તો બીજી તરફ આજનું યુવાધન પોતાની સહનશક્તિ પણ ગુમાવવા લાગ્યું છે, નાની નાની વાતો પણ તેમને લાગી આવે છે અને આપઘાત જેવા પગલાંઓ ભરવા માટે ચાલ્યા જતા હોય છે, આ સમયે તે સહેજ પણ વિચાર નથી કરતા કે હજુ તેમનું આખું ભવિષ્ય સામે પડેલું છે, અને બસ એક જ વિચાર કરે છે કે દુનિયાને અલવિદા કહી દેવું છે.

પરંતુ માતા પિતાએ પણ બાળકોને સમજણ આપવી જોઈએ અને બાળકોએ પણ સમજવું જોઈએ કે તેમની પાસે તેમનું આખું જીવન પડેલું છે. અને માતા પિતા પણ તેમને તેમના જીવનને સારું બનાવવા માટે જ કહેતા હોય છે. કોઈ વાતે માતા પિતાનો મળતો ઠપકો પણ તેમના સારા માટે જ હોય છે, અને ઘણા માતા પિતા આવી જ ઘટનાઓના કારણે પોતાના બાળકોને ઠપકો આપવાથી ડરે છે કે ક્યાંક તેમનું બાળક પણ આવું પગલું તો નહિ ભરેને.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક દીકરી ઘરની અગાશી ઉપર આપઘાત કરવા માટે ચઢે છે, જેને જોઈને આસપાસના લોકો પણ એકઠા થઇ જાય છે, આ ઉપરાંત તેના માતા પિતા પણ અગાશી ઉપર આવી જાય છે અને દીકરીને આપઘાત કરતા રોકવાના તમામ પ્રયત્નો કરવા લાગે છે, પરંતુ દીકરી તેમનું એક સાંભળતી નથી અને તે અગાશી ઉપરથી જેવી જ ઝંપલાવવા જાય છે ત્યારે તેના પિતા સતર્કતા વાપરી અને દીકરીને પકડી લે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

છેલ્લા દોઢ બે વર્ષથી કોરોનાનો કપરો સમય ચાલ્યો હતો, આ સમયમાં શાળા કોલેજો પણ બંધ હોવાના કારણે બાળકો ઘરમાં જ રહીને મોબાઈલના વળગણમાં વળગી ગયા હતા, તો વાલીઓ પણ આ સમયમાં કામ ધંધા અને રોજગાર બંધ હોવાના કારણે કેવી રીતે પરિવારનું ગુજરાન ચલાવવું તેના માટે ચિંતિત હતા. ત્યારે હવે યુવાવર્ગના આવા આપઘાત કરવાની ઘટનાઓ પણ વાલીઓ માટે એક ચિંતાનો વિષય બની છે.

Niraj Patel