ખબર

ગુજરાતનું આ રેલવે સ્ટેશન વિદેશને પણ ટક્કર એવું છે, એકવાર તસ્વીરો જોશો તો દિલ ખુશ થઇ જશે

ભારતીય રેલવે વિભાગે ગુજરાતના વલસાડ રેલવે સ્ટેશનને રિડેવલોપ કરીને નવો લૂક આપવામાં આવ્યો છે. ભારતીય રેલવે વિભાગના સ્ટેશન બ્યુટીફીકેશન અને રિડેવલ્પમેન્ટ ઇનિશિયેટીવના ભાગ રૂપે વેસ્ટર્ન રેલવેએ 95 વર્ષ જુના વલસાડ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. ત્યારે હવે વલસાડ રેલવે સ્ટેશન વિદેશના જ કોઈ રેલવે સ્ટેશન જેવું જ દેખાય છે અને એના જેવી જ સુવિધાઓથી સજ્જ છે.

Image Source

વેસ્ટર્ન રેલવેએ બહાર પડેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ રિડેવલ્પમેન્ટ પ્રોજેક્ટનો હેતુ ફક્ત સ્ટેશનને અપગ્રેડ કરવાનો જ નહિ પણ સાથે સાથે યાત્રીઓ માટે લાંબા સમયથી જે સુવિધાઓ નથી મળી રહી એ પુરી પાડવાનો પણ છે. વલસાડ રેલવે સ્ટેશન પર સાંકળા પ્લેટફોર્મ્સ, ટિકિટ બુકિંગ કાઉન્ટરો અને કન્વર્ઝ હોલમાં લાઈનમાં ઉભા રહેવા માટે અપૂરતી જગ્યામાં યાત્રીઓની વધુ પડતી ભીડ જેવી સમસ્યાઓ હતી.

Image Source

આ સિવાય પણ સુવિધાઓ વિનાના વેઇટિંગ રૂમ્સ અને પાર્કિંગ સ્પેસ જેવી ઘણી સમસ્યાઓ હતી. રેલવેએ કરેલા દાવા અનુસાર, વલસાડના રેલવે સ્ટેશનની બિલ્ડિંગ આશરે એક સદી જૂની છે, જેથી તેની સુંદરતા પણ આગળના ભાગે ઓછી ગઈ હતી.

Image Source

વલસાડ રેલવે સ્ટેશન વિરાર-સુરતને જોડતું મહત્વનું સ્ટેશન હોવાની સાથે જ અહીંથી દિવસમાં લગભગ 26000 મુસાફરો મુસાફરી કરે છે. સાથે જ મોટેભાગની પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન્સ પણ આ સ્ટેશને ઉભી રહે જ છે. રિડેવલ્પમેન્ટ બાદ હવે આ સ્ટેશન પર આધુનિક વેઇટિંગ રૂમ્સ, પ્રોપર પાર્કિંગ એરિયા, સારી ટોઈલેટ સુવિધાઓ, નવી બનાવેલી ટિકિટ બુકિંગ ઓફિસ, સાથે જ રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને વર્ટિકલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે.

એલઇડી લાઇટ્સ, ટાઈલ્સવાળો ફ્લોર, આકર્ષક આર્કિટેક્ચર, અને ચોખ્ખા પ્લેટફોર્મ્સ સાથે હવે સ્ટેશન અદ્યતન સુવિધાઓ સાથે એક અનોખા યુરોપિયન સ્ટેશન જેવું લાગે છે, જે યાત્રીઓને એક અનોખો જ અનુભવ કરાવશે. સ્ટેશનના જુના બાંધકામને બદલે હવે તેને એક નવો જ લૂક આપવામાં આવ્યો છે.

Image Source

સ્ટેશનના વિસ્તારમાં નવા ગ્રીન પેચિસ વિકસાવવામાં આવ્યા છે. બધા જ વેટીંગ હોલ્સને અપગ્રેડ કરીને આધુનિક લૂક આપવામાં આવ્યો છે. વિકલાંગો માટે પણ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. આ સ્ટેશનને જોઈને ચોક્કસથી જ એવું લાગશે કે આ કોઈ વિદેશનું રેલવે સ્ટેશન છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks