ગુજરાતના વલસાડમાં એક મંદિરમાં હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિનું મોત થયું. તે મંદિર પરિસરમાં બેસીને શિવલિંગની પૂજા કરી રહ્યા હતા તે સમયે અચાનક ઢળી પડ્યા. જો કે મંદિર પરિસરમાં હાજર લોકોએ સીપીઆર આપીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ ઘટનાનો વીડિયો મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના વલસાડના પારનેરા ડાંગુર સ્થિત મહાદેવ મંદિરની છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર લોકો મંદિરમાં પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન એક ભક્ત શિવલિંગ આગળ નમન કરતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યા. આસપાસ હાજર લોકોઓ તેમને સીપીઆપ આપ્યો પરંતુ તે તેમને બચાવી ન શકાયા. એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું મોત મંદિર પરિસરમાં જ હાર્ટ એટેકથી થયુ હતુ.
મૃતકનું નામ કિશોરભાઈ પટેલ છે. ઘણા સમયથી તેઓ દરરોજ પારનેરા ટેકરી પર આવેલા મહાદેવ મંદિરમાં આરતી કરવા જતા હતા. 19 નવેમ્બર મંગળવારના રોજ પણ તે નિત્યક્રમ મુજબ સવારે મહાદેવની આરતી બાદ શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો.
વલસાડ :
પારનેરા ડુંગર પર મંદિર પરિશરમાં પૂજા કરવા ગયેલા વ્યક્તિને હાર્ટઅટેક આવતા થયું મોત #Valsad #heartattack #Health #Death @irushikeshpatel @MoHFW_INDIA #GujaratiNews pic.twitter.com/jWIZhG58L8
— HIMANSHU PARMAR (@himanshu_171120) November 19, 2024