વલસાડમાં આપઘાત પહેલા પતિએ બનાવ્યો હતો વીડિયો : ‘મને જીવવાનીતો ઘણી ઈચ્છા હતી પણ પત્ની અને સાસુથી.’ જુઓ વીડિયો

જુઓ પ્રફુલ પટેલનો અંતિમ વીડિયો : ભીની આંખે જણાવી પોતાની દર્દભરી કહાની, ‘મને જીવવાની તો બોવ ઈચ્છા હતી પરંતુ મારી પત્ની..

અમદાવાદમાં આઇશા બાદ વલસાડમાં એક કંટાળેલા પતિએ હવે આપઘાત કર્યો છે અને તેણે આ પહેલા પોતાની કહાનીનો વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. વલસાડના જિલ્લાના માલવણ ગામમાં આજે પતિ-પત્નીએ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

વલસાડના ડુંગરીના માલવણ ગામમાં ઘર કંકાસને લઈ એક દંપતિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે ડુંગરી પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે પતિ આ વીડિયોમાં આત્મહત્યા કરવાનું અને પત્ની અને સાસુંના ત્રાસથી કંટાળી ગયો હોવાનું જણાવી રહ્યો હતો. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, સાસુ અને તેની પત્ની રૂપિયાની જ માગણી કરતા હતા. રૂપિયા ન આપે તો ખોટા કેસો કરવાની ધમકી પણ આપતા હતા.

પત્નીએ એક વખત ખોટો કેસ કરી તેને જેલમાં પણ બેસાડયો હોવાનું આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું. વીડિયોમાં તે એવું પણ કહેતો જોવા મળી રહ્યો હતો કે છેલ્લે આ જ રસ્તો બચ્યો. એ માટે માત્રને માત્ર મારા સાસુ જવાબદાર હતા. ઘર જમાઇ જ રાખવો હતો તો એ રીતે લગ્ન કર્યા હોત તો સારુ રહેતુ, મારી જીંદગી બચી જાત. નહીં મેડ પડે એટલે હવે મરી જ જવાનો.

આપઘાતના કરનારે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. જો કે, બન્ને વચ્ચે અવાર-નવાર કંકાસ થયા કરતો હતો. આત્મહત્યા કરનારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં આપઘાત કરનારે પત્ની અને સાસુ તરફથી સતત ત્રાસ ગુજરાવામાં આવતો હોવાની વાત કરી રહ્યો છે. પતિ એક કંપનીમાં કામ કરતો હતો અને રજા હોવાથી બંને ઘરે હતા એ વખતે જ ફરી એક વખત ઘરમાં ઝઘડો થતાં પત્નીએ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

Shah Jina