ખબર

ગુજરાતમાં અહીં બર્થ ડે પાર્ટીના નામે ચાલતી હતુ કંઇક બીજુ જ કામ, પોલિસે 4 યુવતી અને 10 યુવકોને ઝડ્પ્યા

વલસાડના પોશ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના જન્મદિવસની ઉજવણી માટે એકત્ર થયેલા યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેઓ ઝડપાઇ ગયા હતા, આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે 4 યુવતી અને 10 યુવક સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલિસે વાહનો, દારૂની બોટલ સહિત કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઘટનાની વિગત તપાસીએ તો, વલસાડના તિથલ રોડ પર આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં જન્મદિવસની ઉજવણીના નામે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને આ ઘટનાની માહિતી વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને મળી હતી.

અડધી રાત્રે વલસાડ સિટી પોલીસની ટીમ તૈયારી સાથે સુકૃતિ અપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આવી હતી અને ફ્લેટનો દરવાજો ખોલી જોતા પોલીસ પણ ચોંકી ગઇ હતી અને પોલિસે વિદેશી દારૂની બોટલો અને અન્ય મળી કુલ રૂપિયા 3 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આ મામલે 10 યુવકો અને 4 યુવતીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્કર્ષ ગહેલોત નામના યુવકનો જન્મદિવસ હતો અને તેણે તેના સસરાના ફ્લેટ પર પાર્ટી રાખી હતી અને તેની પત્ની સહિત 14 લોકો ત્યાં હાજર હતા. મોડી રાત સુધી ફ્લેટમાં જન્મદિવસની પાાર્ટીના નામે દારૂની મહેફિલ ચાલી રહી હતી.


આ ઘટનાની જાણ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને થતા સિટી પોલીસે ગણતરીની મિનિટોમાં જ તૈયારી કરી અને દારૂના નશામાં ચૂર 10 યુવકો અને ચાર યુવતીઓની ધરપકડ કરી હતી. તેમજ ઘટના સ્થળ પરથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.