ચેતી જજો ગુટખા માવા ખાવા વાળાથી…વલસાડમાં ગુટખાની આ બાબતે મંગેતર જગદીશે સુનિતાની હત્યા કરી નાખી, પછી બધાને ઉલ્લુ બનાવવા કર્યો આ કાંડ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ કારણ હોય છે તો ઘણીવાર અંગત અદાવત… પરંતુ હાલમાં જે વલસાડમાંથી કિસ્સો સામે આવ્યો છે, તે અલગ અને ચોંકાવનારો છે. એક યુવકે ગુટખા ખાવા જેવી નાની વાતને લઇને તેની મંગેતરનું ગળુ દબાવી હત્યા કરી નાખી. જો કે, તેણે બાદમાં આ હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલિસ તપાસમાં હત્યાનો ખુલાસો થઇ જતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટનાની વિગત જોઇએ તો, બોરલાઈમાં આવેલ ગાંડાપાડા ફળિયામાં આવેલી આંબાની વાડીમાં સ્વિમિંગ પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં સુનિતા ધનગરિયા અને તેનો મંગેતર જગદીશ મજૂરી કામ કરતા હતા. જગદીશને ગુટખા ખાવાની આદત હતી અને તેણે સુનિતાને ગુટખા લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ, સુનિતાએ ગુટખા લાવવાની ના પાડી દેતા ગુસ્સે ભરાયેલ જગદીશે તેનું ગળુ દબાવી હત્યા કરી નાખી.

હત્યા કર્યા બાદ આરોપીએ આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઝાડ પર દુપટ્ટો બાંધી લાશને લટકાવી દીધી અને કોઇ ઘટના બની જ ન હોય એમ કામ કરવા લાગ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી જગદીશ અન્ય 2 શ્રમિકોની મદદ મેળવીને સુનિતાની લાશને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ કેસમાં શૈલેષ પ્રજાપતિ અને ચંદુ પવારની સંડોવણી બહાર આવતા ભિલાડ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

જયાં આરોપીએ હત્યા કરી હતી ત્યાં વાડીના માલિક કે જેમનું નામ દિનેશભાઇ છે તે લાશને આપઘાત કરેલી હાલતમાં જોઈ ડરી ગયા હતા અને તેમને પોલીસ કાર્યવાહીમાં ફસાવું ન પડે તે માટે તેને લાશને નીચે ઉતારી આકસ્મિક મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. જો કે, મૃતકના પીએમ રીપોર્ટમાં હત્યાની આશંકા દર્શાવવામાં આવતા પોલિસે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા મંગેતરે જ સામાન્ય વાત માટે સુનિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina