ઘોર કળયુગ: ગુજરાતમાં આ હોસ્પિટલે માનવતા નેવે મૂકી, મૃત્યુ પામેલા દર્દીના સગા બિલ ના ભરી શક્યા તો હોસ્પિટલે કાર કબજે કરી

કોરોના કાળની અંદર ઘણા લોકો પોતાના સ્નેહી સ્વજનોને ગુમાવી રહ્યા છે. ઘણા લોકો લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પોતાના અંગત લોકોના જીવ નથી બચાવી શકતા, ત્યારે ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે સારી સારવાર નથી અપાવી શકતા.

હોસ્પિટલમાં પણ લાખો રૂપિયાના બિલ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે, ત્યારે આ દરમિયાન એક કિસ્સો વલસાડથી સામે આવ્યો છે. જ્યાં એક હોસ્પિટલ દ્વારા મૃત દર્દીનું બિલ ના ભરી શકવાના કારણે દર્દીના સગાને ગાડી ગીરવે મુકવી પડી હતી.

મૃત દર્દીના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે વલસાડની પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટરે તેના સંબંધીના મૃતદેહને લઇ જવાથી ઇન્કાર કરી દીધો. હોસ્પિટલની માંગણી હતી કે પહેલા હોસ્પિટલનું આખું બિલ ભરી દે. ત્યારબાદ જ તેમને ડેડ બોડી આપવામાં આવશે.

આ મામલો વાપીની એક નામચીન હોસ્પિટલ 21 સેન્ચ્યુરીનો છે. અહીંયા એક અઠવાડિયા પહેલા સરી ગામના એક વ્યક્તિને કોરોના સંક્રમણની આશંકા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું મંગળવારના રોજ સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું.

દર્દીના મોત બાદ ણીતમઃ સંસ્કાર માટે હોસ્પિટલ વાળાએ ડેડ બોડી આપવાથી ઇન્કાર કરી દીધો. સંબંધીઓનો આરોપ છે કે હોસ્પિટલાએ પહેલા તેમને પૂરતા પૈસા ભરવા માટે કહ્યું.  પરંતુ પરિવાર વાળા પાસે એ સમયે તેમની કાર ઉપરાંત બીજું કઈ નહોતું.

ત્યારે હોસ્પિટલે માનવતાને નેવે મૂકી અને દર્દીના મૃતદેહને આપવા માટે તેમની કાર જ ગીરવે રાખી લીધી. ત્યારબાદ પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવી. ત્યારબાદ પરિવારજનો ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસ જયારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે હોસ્પિટલે દબાણમાં આવીને પરિવારજનોને તેમની કાર સોંપી દીધી. હોસ્પિટલના એમડી. ડૉ. અક્ષય નાડકર્ણીનું કહેવું છે કે હોસ્પિટલ તરફથી બિલમાં પૈસા ઓછા પણ કરવામાં આવ્યા હતા. તે છતાં પણ પરિવારજનોએ બિલ ના ચુકવ્યું.”

Niraj Patel