તાપીમાં જ્વલનશીલ પદાર્થ લઈને તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યો પતિ, પોતાના શરીર ઉપર આગ લગાવીને ત્યાં કામ કરતી પત્નીને પણ ઝપેટમાં લીધી, બંને….કાળજું કંપાવી દેનારી ઘટના
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણા કિસ્સાઓ સામુહિક આત્મહત્યાના પણ સામે આવ્યા છે ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

આ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતમાંથી, જ્યાં એક પતિએ પોતાના શરીર ઉપર આગ ચાંપી અને તાલુકા પંચાયતમાં જ મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે કામ કરતી તેની પત્નીને ભેટીને તેના શરીરમાં પણ આગ લગાવી દીધી, આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં બંનેના મોત થયા હતા.
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વ્યારા તાલુકાના ચાંપાવાડી ગમે રહેતા અને ઉચ્છલ તાલુકાના ગવાણા ગમે શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા 41 વર્ષીય અનિલ પટેલના રોજ બપોરના સમયે તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. જેના બાદ ત્યાં તેમને પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી અને આગ લગાવી દીધી. આગ લગાવ્યા બાદ તાલુકા પંચાયત કચેરીમાં જ નોકરી કરતી તેમની 41 વર્ષીય પત્ની મયૂરિકા પટેલ (ગામીત)ને પણ પોતાની સાથે આગની લપટોમાં લઇ લીધી હતી.

આ આગ એટલી બધી વિકરાળ હતી કે આગને કોઈ બુઝાવે એ પહેલા જ પતિ પત્ની બંને આગમાં બાળીને ભડથું થઇ ગયા હતા. આ ઘટના પાછળનું કારણ પતિને તેની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોવાનું સામે આવ્યું છે. પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. પરંતુ આ ઝઘડાનું કોઈ સમાધાન ના થતા અંતે પતિએ આ ખોફનાક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.