વાયરલ

પતિએ જે મહિલાઓની તસવીરને લાઇક કરી હતી તેને પત્નિએ પ્રિન્ટ કરાવીને આપી વેલેન્ટાઇન ગિફ્ટ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. જેને તેના પતિને વેલેન્ટાઇન ડે પર અજીબ ગિફ્ટ આપ્યુ છે. મહિલાએ તેના પતિને એ બધી મહિલાઓની તસવીર પ્રિન્ટ કરાવીને ગિફટ સ્વરૂપે આપી છે જે તસવીરોને તેના પતિએ ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરી હતી. તે બાદ મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો.

Image source

વેલેન્ટાઇન ડે એક પ્રેમનો તહેવાર છે. આ ખાસ અવસર પર લોકો તેમના પ્રેમનો ઇઝહાર કરે છે. અમેરિકામાં એક મહિલાએ અલગ અને અનોખા અંદાજમાં પોતાના પતિને પ્રેમને એક્સપ્રેસ કર્યો. આ મહિલાએ તેના પતિને વેલેન્ટાઇન ગિફ્ટમાં કેટલીક તસવીરો પ્રિન્ટ કરાવીને આપી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ગ્લોરિયા નામની એક ટિકટોક યુઝર અમેરિકાની રહેવાસી છે. તેને તેના પતિને વેલેન્ટાઇન્સ ડે પર ગિફટ આપ્યાનો વીડિયો પોસ્ટ કર્યો છે. પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, તમે તમારા પતિ કે બોયફ્રેન્ડને વેલેન્ટાઇન્સ ડે પર શું ગિફ્ટ આપ્યું ? આ વીડિયોને એક જ દિવસમાં એક કરોડથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે.

Image source

આ તસવીરો એ છે જે તેના પતિએ સોશિયલ મીડિયા પર લાઇક કરી હતી. ગ્લોરિયાએ એક TIKTOK વીડિયોના માધ્યમથી દેખાડ્યુ કે, કેવી રીતે તેણે આ તસવીરોને શોધી પ્રિન્ટ કરાવી અને ગિફટ બનાવી પેક કરી. ગ્લોરિયાએ લખ્યુ કે, બધા જ તેમના પાર્ટનરને ગિફ્ટ આપવાની વાત કરે છે. હું પણ મારું ક્યુટ નાનું બોક્સ બતાવું છું.

Image source

તમને જણાવી દઇએ કે, ગ્લોરિયાની આ વીડિયોની કોઇએ પ્રશંસા કરી તો કોઇએ તેના પર સવાલ પણ ઉઠાવ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે તો એવું લખ્યુ કે, તેને તેના પતિનું રિએક્શન પણ પોસ્ટ કરવું જોઇએ.