જ્યોતિષ શાસ્ત્ર

આ 3 રાશિઓ માટે વેલેન્ટાઈન ડે રહેશે બેહદ લકી, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી ને ?

વેલેન્ટાઈન વીકની શરૂઆત થઇ ચુકી છે. પ્રેમી પંખીડાઓ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન-ડે સેલિબ્રેટ કરે છે. પ્રેમના તહેવારની શરૂઆત 1 અઠવાડિયા પહેલા જ શરૂ થઇ જાય છે. પરંતુ વેલેન્ટાઈન ડે ઘણી રાશિઓ માટે ખુશીઓ લઈને આવશે. તો ઘણી રાશિઓની સ્થિતિ ખરાબ પણ થઇ શકે છે. 12 રાશિઓ પૈકી વૃષભ, સિંહ અને વૃશ્ચિક રાશિઓ માટે આ સમય વધુ બહેતર રહેશે.

https://ssl-static.libsyn.com/p/assets/b/e/5/3/be5321ce2a0ef37c/EverydayEthics-ValentinesDay.jpg
Image Source

આવો જાણીએ વેલેન્ટાઈન વીક કપલ્સ માટે કેવું રહેશે.

મેષ રાશિ:

વેલેન્ટાઈન વીક મેષ જાતિના જાતકો માટે ઘણું પ્રેમ ભર્યું જશે. પ્રેમના અઠવાડિયામાં આ રાશિના જાતકો તેના પાર્ટનર સાથે યાદગાર પળો વિતાવશે. જે લોકો પરિણીત છે તે લોકો માટે પણ આ સમય ઘણો સારો રહેશે.

વૃષભ રાશિ:

આ રાશિના જાતકો આ અઠવાડિયાનો ભરપૂર આનંદ માણી શકે છે. આ અઠવાડિયે આ રાશિના જાતકો પાસેથી ભરપૂર પ્રેમ મળશે. આ સમય દરમિયાન રાશિના જાતકોએ ઘણી યાદગાર પળ સાથે વિતાવશે. પાર્ટનર સાથે સમય વિતાવવા માટે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે.

મિથુન રાશિ:

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઘણું સંઘર્ષ ભર્યું રહેશે. આ અઠવાડિયામાં તમારા પાર્ટનરનો અસલી ચહેરો તમારી સામે આવી શકે છે. આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું અશુભ સાબિત થઇ શકે છે. પરિણીત લોકો આ અઠવાડિયાંનો ભરપૂર આનંદ લઇ શકે છે.

કર્ક રાશિ:

આ રાશિના જાતકો માટે વેલેન્ટાઇન વીક સામાન્ય રહેશે. આ રાશિના પરણીત જાતકોએ આ અઠવાડિયા થોડી કાળજી લેવાની જરૂર રહેશે. પરસ્પરના આક્રોશને કારણે સંબંધોમાં લાંબા સમય સુધી તિરાડ પડી શકે છે.

સિંહ રાશિ:

આ રાશિના જાતકો માટે આ વીક ઘણી ખુશીઓ લઈને આવશે। આ અઠવાડિયે આ રાશિના જાતકો અને તેમના ભાગીદારો વચ્ચે ખુશી, રોમાંસ, પ્રેમ, નિકટતા વધી શકે છે. જે યુગલો વચ્ચેની વાતચીત પહેલાથી બંધ છે તેમના સંબંધોમાં પણ સુધારો થઈ શકે છે.

કન્યા રાશિ:

આ રાશિના જાતકોએ આ અઠવાડિયામાં થોડી સાવચેતી રાખવી જોઈએ. ઘરના અન્ય કોઈ સભ્યને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તકરાર થવાની સંભાવના છે. જો તમે જીવનસાથી અને પરિવાર વચ્ચે સુમેળમાં ચાલશો તો દરેક દિવસ વેલેન્ટાઇન ડે હોઈ શકે છે. આ વીક વિવાહિત લોકો માટે રોમેન્ટિક રહેશે.

તુલા રાશિ:

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે. આ વખતે વેલેન્ટાઇન વીક આ રાશિ માટે યાદગાર રહેવાની સંભાવના છે. આ સમય દરમિયાન તુલા રાશિના લોકો તેમના જીવનસાથી સાથે યાદગાર પળો વિતાવશે અને ઘણી યાદો પણ બનાવશે.

વૃશ્ચિક રાશિ:

આ અઠવાડિયું આ રાશિના જાતકો માટે ખુબ ખુશી લાવશે. તમારા સંબંધોને સુધારવા માટે પ્રેમની આ સીઝન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે કોઈને પણ વેલેન્ટાઇન વીકમાં તમારા દિલની વાત કહી શકો છો.

ધન રાશિ:

આ રાશિના જાતકો આ અઠવાડિયે તેના પાર્ટનરથી બેહદ નજીક આવશે.આ રાશિના જાતકો જે પરિણીત છે ટી લોકોએ પોતાનું જીવન સુખી રાખવા માટે સખત મહેનત કરવી પડશે. જીવનસાથીને કોઈ ભેટ આપવી અથવા તેનેડેટ પર લઇ જવાથી ઘણી વાત થઇ શકે છે.

મકર રાશિ:

મકર રાશિના લોકો માટે આ અઠવાડિયે પ્રેમ ખૂબ જ સુખદ અને સુંદર રહેવાની અપેક્ષા છે. જો કે, પ્રેમનું આ અઠવાડિયું પરિણીત લોકો માટે થોડું તણાવપૂર્ણ હોઈ શકે છે. જો તેઓ નાની નાની બાબતોને નજર અંદાજ ન કરે તો સંબંધ વધુ ખરાબ થઈ શકે છે.

કુંભ રાશિ:

આ રાશિના જાતકો માટે આ અઠવાડીયું અશાંતિ ભર્યું રહેશે.આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે ઝઘડા વધી શકે છે. આ સિવાય તમારા અને તમારા જીવનસાથીનો ગુસ્સો પણ આ અઠવાડિયામાં ઘણો વધી શકે છે. જો કે, આ અઠવાડિયે પ્રેમ તમને ઘણા એવો સમય આપશે જ્યારે તમે તમારો પ્રેમ પાછો મેળવી શકશો. પરંતુ તમારે ફક્ત ધીરજ રાખવી પડશે.

મીન રાશિ:

મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર રહેશે. વિવાહિત લોકો પણ આ સમયે ખુશીનો અનુભવ કરશે. આ અઠવાડિયે તમે બંને એકબીજા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત થઈ શકશો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.