મનોરંજન

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા જોવા મળ્યા રોમેન્ટિક અને સ્ટાઇલિશ અંદાજમાં, તસવીરોમાં જોવા મળી જબરદસ્ત બોન્ડિંગ

વાહ પ્રેમ હોય તો આવો…જુઓ ક્યૂટ કપલની ક્યૂટ તસવીરો

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બોલવુડના એ કપલમાંના એક છે કે, જેઓ હંમેશા ચર્ચામાં રહે છે. શિલ્પા અને રાજ બંને તેમની સ્ટાઇલ અને તેમની બોન્ડિંગને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે.

રાજ અને શિલ્પા બંનેને વેલેન્ટાઇન ડે પર ખૂબ જ રોમેન્ટિક અને સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. શિલ્પા શેટ્ટીએ વેલેન્ટાઇન ડિનર માટે બ્લેક અને વ્હાઇટ કલરના કપડા પહેર્યા હતા. તેણે આ લુકને ડિઝાઇનર હિલ્સ અને મેચિંગ પર્સ સાથે કમ્પલિટ કર્યો હતો.

શિલ્પા વેલેન્ટાઇન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન શિલ્પાના પતિ રાજે બ્લેક શર્ટ સાથે જીન્સ કેરી કર્યુ હતું.

શિલ્પા હાલમાં જ બહેન શમિતા સાથે મુંબઇના એક ફેમસ કેફેમાં ગઇ હતી અને ત્યાં વેલકમ બ્રેકના હાર્ટ શેપ સાથે કેક અને ડેઝર્ટથી ભરેલું ટેબલ જોવા મળ્યુ હતું. આ સાથે જ એક સ્પેશિયલ વેલેન્ટાઇન ડેઝર્ટ હતું.

શમિતાએ આ તસવીરો અને વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શેર કરી હતી. વીડિયોમાં બંને એકબીજાને અને પ્રશંસકોને વેલેન્ટાઇન ડેની શુભકામના આપતી જોવા મળી હતી.

શિલ્પા અને શમિતાએ આ દરમિયાન મેચિંગ કપડા પહેર્યા હતા. શિલ્પા એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં શિલ્પાએ લખ્યુ છે કે, મારો ચહેરો જયારે મને મહેસૂસ થયુ કે, બંનેએ લંચ ડેટ માટે એક જેવા જ કપડા પહેર્યા છે – કોપી કેટ..