અભિનેત્રીએ વૈશાલી સ્યુસાઇડ નોટમાં લખ્યું, મારી ફિઝીકલી ઈજ્જત ઉતારી અને પછી….

સસુરાલ સિમર કા ફેમ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી હતી. હાલમાં તેના આત્મહત્યા કેસમાં પોલિસ તપાસ કરી રહી છે અને આ કેસને ઉકેલવામાં લાગેલી છે, ત્યારે પોલિસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરતા પહેલા તેના માતા-પિતાની માફી માંગી છે.

આ સાથે 2 લોકોના નામ લખીને તેમને સજા અપાવવાની માગ પણ કરી છે. વૈશાલીએ લખ્યું છે કે જો તેમને સજા નહીં મળે તો તેમની આત્માને શાંતિ નહીં મળે. વૈશાલીના લગ્ન ડિસેમ્બરમાં થવાના હતા અને તેણે આ નોટમાં તેના ભાવિ પતિની પણ માફી માગી છે.

પ્લીઝ, રાહુલ અને તેના પરિવારને સજા અપાવજો. રાહુલ અને દિશાએ મને અઢી વર્ષથી માનસિક રીતે ટોર્ચર કરી છે. નહિ તો મારી આત્માને શાંતિ નહિ મળે. તમને મારા સેમ, ખસૂહ રહેજો. હું જણાવી નથી શકતી કે રાહુલ નલવાનીએ મારી સાથે કેટલું ખોટું ખોટું કર્યું છે. ઇમોશનલી, ફિઝીકલી જે પણ થયું અને છેલ આજે એ પણ કહી દીધું કે મારા લગ્ન કોઈ સાથે નહિ થવા દે. હવે તમે જ કહો હું કોની સાથે લડું ?

વૈશાલીએ સુસાઈડ નોટમાં થોડા શબ્દોમાં દર્દનાક લાગણીઓ વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈશાલીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી છે. વૈશાલીએ સુસાઈડ નોટમાં જણાવ્યું રાહુલ નામનો વ્યક્તિ તેને માનસિક અને શારીક ત્રાસ આપતો હતો. રીપોર્ટ્સ અનુસાર, પોલિસ દ્વારા રાહુલ અને તેની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ખુશમિજાજ અને જીંદાદિલી વૈશાલી ઠક્કરના મોટાં સપના હતા. તે ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ્સ રમવા માંગતી હતી અને સાથે જ તેનુ અંગત જીવનમાં સેટલ થવાનું સપનું હતું. પરંતુ તેમની લવ લાઈફને રાહુલ નામની વ્યક્તિનું એટલી હદે ગ્રહણ લાગ્યુ કે સંબંધ બંધાતા પહેલા જ તૂટી ગયા.

રાહુલ જેને વૈશાલી એક સમયે ડેટ પણ કરી ચૂકી હતી, તે જ વ્યક્તિ તેના જીવનમાં ઝેર ઓકશે, તેની અભિનેત્રીએ કલ્પના પણ કરી ન હતી. વૈશાલીના જીવનનો સૌથી મોટો વિલન રાહુલ નવલાણી હતો. જણાવી દઇએ કે, વૈશાલીની સગાઈ તેના ડેન્ટિસ્ટ બોયફ્રેન્ડ ડૉક્ટર અભિનંદન સિંહ સાથે 26 એપ્રિલ 2021ના રોજ થઈ હતી. વૈશાલી કેન્યા સ્થિત અભિનંદન સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. પણ આ પ્રેમભર્યા સંબંધને રાહુલની નજર લાગી ગઇ.

રિપોર્ટ્સ અનુસાર, રાહુલે અભિનંદનને વૈશાલીની તસવીરો અને વીડિયો મોકલ્યા હતા. રાહુલે આ સંબંધ તોડવાના તમામ પ્રયાસો કર્યા. તેમાં રાહુલ સફળ પણ રહ્યો. પરિણામ એ આવ્યું કે વૈશાલી અને અભિનંદનનો સંબંધ તૂટી ગયો. બંને લગ્ન ન કરી શક્યા. વૈશાલીએ તે સમયે અભિનંદન સાથે સગાઈ તોડવાનું કારણ કોરોનાને જણાવ્યું હતું. પરંતુ સત્ય આજે બહાર આવ્યું.

સગાઇ તૂટવાનું કારણ કોરોના નહીં પણ રાહુલ હતો. રાહુલ ફરી એ જ વાત કરવા લાગ્યો. વૈશાલી 20 ઓક્ટોબર 2022ના રોજ યુએસના સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કરવા જઈ રહી હતી. વૈશાલીને ડર હતો કે રાહુલ આ વખતે પણ લગ્ન તોડવાની કોશિશ કરશે. રાહુલે વૈશાલીને કહ્યું હતું કે તે તેને ક્યારેય લગ્ન કરવા દેશે નહીં.

વૈશાલીની સુસાઈડ નોટમાંથી સૌથી ચોંકાવનારી વાત એ છે કે રાહુલ પોતે પોતાનું લગ્ન જીવન જીવી રહ્યો હતો. તે પરણિત છે. ઈ-ટાઈમ્સને આપેલા પોતાના જૂના ઈન્ટરવ્યુમાં વૈશાલીએ અભિનંદન સાથેના સંબંધો વિશે વાત કરી હતી. વૈશાલીએ જણાવ્યું હતું કે તેની માતાએ મસ્તી મસ્તીમાં મેટ્રિમોનિયલ સાઇટ પર તેની પ્રોફાઇલ બનાવી હતી. વૈશાલી આ વેબસાઈટ દ્વારા ડૉ અભિનંદનને મળી હતી.

બંને વચ્ચે વાતચીત આગળ વધી અને તેઓ પ્રેમમાં પડ્યા. અભિનંદન કેન્યામાં રહેતો હતો, તે સમયાંતરે વૈશાલીની મુલાકાત લેતો હતો. થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ તેઓએ સગાઈ કરી લીધી. ચાહકો ઈચ્છતા હતા કે બંને જલ્દી લગ્ન કરે. પરંતુ અફસોસ, આવું કંઈ બને તે પહેલા જ તેમની સગાઈ તૂટી ગઈ હતી. 30 વર્ષની વૈશાલીના આકસ્મિક નિધનથી ફેન્સ અને સેલેબ્સ આઘાતમાં છે. વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં રાહુલને સજાની માંગ કરી છે. આશા છે કે વૈશાલીની આ છેલ્લી ઈચ્છા જલ્દી પૂરી થાય.

Shah Jina