સુશાંત સિંહની જેમ ગળાફાંસો ખાઈને લટકી જનાર અભિનેત્રી આવી હાઈ ફાઈ લાઈફ જીવતી હતી, તસ્વીરોમાં જોજો

ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરે 29 વર્ષની વયે આજે અલવિદા કહી દીધું છે અને લાખો ફેન્સને નથી આવી રહ્યો વિશ્વાસ. અભિનેત્રી આમ તો હંમેશા ખુશ રહેતી, ફેન્સ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ વારે વારે જોયા રાખે છે.

અભિનેત્રી વૈશાલી ખૂબ જ સુખી જીવન જીવતી હતી પણ ખબર નહિ શું થઇ ગયું અચાનક. ફેમસ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 સપ્ટેમ્બરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.વૈશાલી ઠક્કરની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને તે ખૂબ જ ખુશખુશાલ જીવન જીવતી હતી,

આવી સ્થિતિમાં તેની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ફોટોમાં જુઓ કેવી જીંદગી જીવતી હતી Vaishali Takkar, 29 વર્ષની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા ટીવી એક્ટ્રેસ ઘણીવાર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો ઇન્સ્ટામાં શેર કરતી હતી, જેની તસવીરો જોઈને ખબર પડે છે કે તે ખૂબ જ ખુશ હતી.

ટીવી એક્ટ્રેસ વૈશાલીને ટ્રાવેલિંગ ને ફરવાનો ઘણો શોખ હતો અને તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના પ્રવાસ સાથે જોડાયેલા વીડિયો શેર કરતી હતી. વૈશાલીને ખાણીપીણીની શોખીન હતી અને તે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતી હતી.

તમને જણાવી દઈએ કે વૈશાલીને ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે યુટ્યુબ પર પણ તેના હજારો સબસ્ક્રાઈબર્સ છે. વૈશાલી ઠક્કરે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું.

આ ફેમસ અભિનેત્રી છેલ્લા 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. આ આત્મહત્યાની ખબર પડતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે કર્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટ મળી આવ્યા બાદ ચર્ચા થઈ રહી છે કે એવું કયું કારણ હતું જેના કારણે આ અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો.

જાણીતું છે કે અભિનેત્રીની આત્મહત્યાના સમાચાર સાંભળ્યા પછી, તેના વતન ઇન્દોરની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં વૈશાલી ઠક્કરની આત્મહત્યાને લઈને રાજ્ય પોલીસ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે.

આમ જોઈએ તો છેલ્લા એકાદ વર્ષથી અભિનેત્રી ઇન્ડસ્ટ્રીની દુનિયાથી અંતર બનાવી રહી હતી. જેના કારણે તે ઈન્દોરમાં તેના ઘરે રહેતી હતી. વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચાર 16 ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ પ્રકાશમાં આવ્યા હતા. માહિતી મળતા જ ઈન્દોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી વૈશાલીની લાશ તેમજ સુસાઈડ નોટ મળી આવી છે.

હવે વૈશાલીની આત્મહત્યા પાછળના કારણને લઈને ઈન્દોરના ACP મોતીઉર રહેમાનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે – “ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર નામની અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે તેને તેના જૂના બોયફ્રેન્ડ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. વૈશાલીને હેરાન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.” સમાચાર એજન્સી ANIના ટ્વીટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

મિત્રો તમે જાણીને ચોંકી જશો પરંતુ સસુરાલ સિમર કા અને યહ રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી ટોપ સીરિયલ્સમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ઠક્કર દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મિત્ર હતી. વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘર પર આપઘાત કરી લીધો. વિચારવા જેવી વાત છે કે તેના મિત્ર સુશાંત સિંહ રાજપૂતે પણ આ રીતે આપઘાત કરી પોતાનો જીવ આપી દીધો હતો.

પોતાના એક વર્ષો જૂના ઈન્ટરવ્યૂમાં વૈશાલીએ સુશાાંતના મૃત્યુને હત્યા ગણાવી હતી અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને રિયા ગુનેહાર લાગે છે તો તેણે કહ્યું હતું કે તેની પાછળ કોઈ એક વ્યક્તિ નથી અને રિયાને જરૂર બચાવવામાં આવી રહી છે. સુશાંત અને વૈશાલી, જે મિત્રો હતા, આમ જોઈએ તો બંને સેલિબ્રિટી નાના શહેરથી આવ્યા હતા. બંનેએ પોતાનું કરિયર ટીવીથી શરૂ કર્યું અને અફસોસની વાત છે કે બંનેનો અંત એક જેવો હતો.

YC