ચુલબુલી અભિનેત્રીએ 2 બાળકોના પિતા કર્યું હતું અફેર, આત્મહત્યા કરવી વખતે લખ્યું, રાહુલને છોડશો નહિ….જાણો અંદરની વાત

બે બાળકોના બાપ સાથે લફરું કરવું ભારે પડી ગયું, અભિનેત્રીને કરવી પડી આત્મહત્યા, સ્યુસાઈડનોટમાં લખ્યું “રાહુલે બે વર્ષ મારી સાથે ન કરવાનું..”

ફેમસ ટીવી શો ‘સસુરાલ સિમર કા’ ફેમ અભિનેત્રી વૈશાલી ટક્કરે રવિવારે આત્મહત્યા કરી લીધી. પોલીસને સ્થળ પરથી મળી આવેલી સુસાઈડ નોટના આધારે વૈશાલીના પાડોશી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે. ડાયરીમાંથી સાબિત થયું છે કે રાહુલ વૈશાલીને હેરાન કરતો હતો. નોટમાં વૈશાલીએ તેના માટે સજાની માંગણી કરી છે.

વૈશાલી ટક્કરના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. હમેશા હસતી અને ચુલબુલી અભિનેત્રી હવે આપણી વચ્ચે નથી એ વાત પર વિશ્વાસ કરી શકાતો નથી. કેટલાક લોકોના કારણે તેણે આ પગલું ભર્યું છે અને તેનો ઉલ્લેખ તેની સુસાઈડ નોટમાં પણ કર્યો છે. અભિનેત્રીની સુસાઈડ નોટમાં ઘણી ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે. આ સાથે જ મમ્મી પપ્પા માટે એક સંદેશ પણ છોડવામાં આવ્યો છે.

વૈશાલી ટક્કરે 16 ઓક્ટોબરે બપોરે 12:30 વાગ્યે ઈન્દોરમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ પહેલા તેણે એક ચિઠ્ઠી લખી હતી, જેને પોલીસે જપ્ત કરી લીધી હતી. આ સાથે તેની ડાયરી પણ કબજે લેવામાં આવી છે. અભિનેત્રીએ સુસાઈડ નોટમાં શું લખ્યું છે તે જાણવા તેના ચાહકો ઉત્સુક હતા. હવે તેની માહિતી સામે આવી છે. જેમાં તેણે રાહુલ નવલાણી અને તેની પત્ની દિશા નવલાણી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

વૈશાલીએ સુસાઈડ નોટમાં લખ્યું…”મમ્મી પપ્પા, બસ ને હવે… બહુ જ હેરાન થયા તમે મારા લીધે અને હું પણ પોતાના માટે. ફક્ત હું જ જાણું છું કે મેં કેવી જંગ લડી છે 2 વર્ષમાં. રાહુલ નવલાનીએ મારી સાથે શું શું ખોટું કર્યું છે હું જણાવી પણ નથી શકતી. કેવી રીતે મારુ શોષણ કર્યું છે ઇમોશનલી, ફિઝીકલી એબ્યુઝ કરી. અને છેલ્લે તેને કહ્યું કે હું તારા લગ્ન નહિ થવા દઉં. તેને એ કર્યું.”

વૈશાલીએ આગળ લખ્યું “જો દીકરી નથી તો તેને લગતી કોઈ સમસ્યા નથી. કવાઇટ મમ્મી. લવ યુ પપ્પા મમ્મી મને અફસોસ છે કે હું સારી દીકરી ન બની શકી. મહેરબાની કરીને રાહુલ અને તેના પરિવારને સજા કરો. રાહુલ અને દિશાએ મને 2.5 વર્ષ સુધી માનસિક રીતે ત્રાસ આપ્યો. નહિ તો મારા આત્માને શાંતિ નહિ મળે. તમને મારી કસમ છે. ખુશ રહો. હું તમને ખુબ જ પ્રેમ કરું છું મિતેશને પણ સોરી કહેજો. ક્વાઇટ. વૈશાલી ઠક્કર”

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ વૈશાલી ઠક્કરે રાહુલ નવલાની પર એવો પણ આરોપ લગાવ્યો છે કે તેણે છેતરપિંડીથી તેના ફોટા ક્લિક કર્યા હતા અને મંગેતર મિતેશને મોકલ્યા હતા. જણાવી દઈએ કે મિતેશ કેલિફોર્નિયામાં રહે છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે. અગાઉ અભિનેત્રી કેન્યાના ડેન્ટલ સર્જન ડો.અભિનંદન સાથે લગ્ન કરવાની હતી. પરંતુ બાદમાં કોરોના રોગચાળાના બીજા વેવને કારણે તે રદ કરવામાં આવ્યું હતું. તેઓ મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા.

Niraj Patel