30 વર્ષની જુવાન ટીવી એક્ટ્રેસ વૈશાલીએ પાડોશી પરિણીત બિઝનેસમેન સાથે કર્યું હતું અફેર, એ પ્રેમીની ગંદી કરતૂત સાંભળીને હાલત ખરાબ થઇ જશે

બે બે બાળકોના પિતા સાથે ઇલુ ઇલુ હતું હિરોઈન વૈશાલીનું, એ પરિણીત પુરુષની ગંદી કરતૂત સાંભળીને હાલત ખરાબ થઇ જશે

‘સસુરાલ સિમર કા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે આપઘાત કરી લીધો છે અને હવે આ કેસમાં એક નવો અને મોટો ખુલાસો પોલિસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર વૈશાલીને તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા હેરાન કરવામાં આવતી હતી અને તેના કારણે તેણે આટલું મોટું પગલું ભર્યું હતું.

રિપોર્ટ્સ અનુસાર, આ વાત વૈશાલીની સુસાઈડ નોટ પરથી સામે આવી છે. વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસમાં સ્તરે સ્તરે ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે ACPએ જણાવ્યું કે વૈશાલી ઠક્કર તેના પાડોશીથી પરેશાન હતી.

હાલમાં પોલીસ અધિકારીએ સુસાઈડ નોટમાં લખેલી અભિનેત્રીની અંગત બાબતોને સાર્વજનિક કરવાનો ઈન્કાર કરી દીધો છે. પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર મામલે ખુલાસો કરશે. હવે એવું માનવામાં આવે છે કે વૈશાલી ઠક્કર તેના પડોશમાં રહેતા જૂના બોયફ્રેન્ડથી કંટાળી ગઈ હતી. એક નિવેદનમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઠક્કર પરિવાર ઉજ્જૈન જિલ્લાના મહિદપુરનો રહેવાસી છે. મૃતક વૈશાલીના પિતા અને ભાઈ વેપારી છે અને પરિવાર ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પોશ સાઈ બાગ કોલોનીમાં રહે છે. વૈશાલી એક્ટિંગમાં હાથ અજમાવવા મુંબઈ આવી ગઇ હતી. અભિનેત્રીએ ઘણી સિરિયલોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તે લગભગ 7 વર્ષ મુંબઈમાં રહી હતી. ટીવી એક્ટ્રેસ વૈશાલીએ મિસ્ટર આફ્રિકાનો ખિતાબ જીતી ચૂકેલા ડૉ. અભિનંદન સિંહ સાથે સગાઈ કરી હતી. બંને વર્ષ 2017થી રિલેશનશિપમાં હતા. પરંતુ બંનેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને એક મહિના પછી જ આ સગાઈ તૂટી ગઈ.

છેલ્લા એક વર્ષથી વૈશાલી ઠક્કર તેના પરિવાર સાથે ઈન્દોરમાં રહેવા આવી હતી. આ દરમિયાન 16 ઓક્ટોબરના રોજ સવારે વૈશાલી તેના રૂમમાંથી બહાર ન આવતા પિતાએ તેના રૂમમાં જઈને જોયું તો તે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પ્રેમ સંબંધની સાથે દરેક પ્રકારની પરેશાનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ સુસાઇડ નોટ એફએસએલ ટીમને તપાસ માટે આપવામાં આવી છે.

Shah Jina