વૈશાલી ઠક્કરની બહેને રાહુલ નવલાણીને લઇને કર્યો મોટો ખુલાસો, કહ્યુ- રાહુલના થપ્પડ મારવાથી અભિનેત્રી…

કેટલાક દિવસો પહેલા જ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી પૂરી ઇન્ડસ્ટ્રી હચમચી ગઇ હતી. અભિનેત્રીના મોત બાદ તેની એક સુસાઇડ નોટ મળી હતી, જેણે ઘણી બધા અટકળોને સ્પષ્ટ કરી દીધી અને અહીં સુધી કે આ નોટથી પૂરી કહાની જાણવા મળી કે આખરે તેણે કેમ આત્મહત્યા કરી. અભિનેત્રીના મોતનો આરોપી તેનો પાડોશી અને એક્સ બોયફ્રેન્ડ રાહુલ નવલાણી છે. રાહુલનું નામ ઘણા દિવસોથી ચર્ચામાં બનેલુ છે અને આના પર સતત અપડેટ પણ સામે આવી રહી છે. આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.

હવે તેમાં બીજી કડી ઉમેરાઈ છે, જે છે તેની પિતરાઈ બહેન. આ બધાની વચ્ચે વૈશાલીના પરિવારના સભ્યો પણ ઘણું બધું કહેતા જોવા મળે છે. આ બધામાં તેની એક પિતરાઈ બહેને પણ ઘણા ખુલાસા કર્યા છે. વૈશાલી તેની બહેન સાથે લગભગ બધું જ શેર કરતી હતી, જેમાંથી કેટલીક તેણે બધાની સામે કહી છે. વૈશાલીના પિતરાઈ ભાઈએ ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને રાહુલ વૈશાલીને કેવી રીતે પરેશાન કરતો હતો તેની પણ માહિતી આપી હતી.વૈશાલીની બહેને પરિવારના સભ્યોને જણાવ્યું હતું

કે રાહુલે વૈશાલીને થપ્પડ પણ મારી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ બધી બાબતોથી પરેશાન થઈને તેણે આવું પગલુ ભર્યુ છે. વૈશાલીની બહેને એ પણ જણાવ્યું કે રાહુલ તેને કેવી રીતે હેરાન કરતો હતો. વૈશાલીએ તેને બીજી ઘણી વાત કહી હતી.રાહુલે પહેલા વૈશાલી ઠક્કરને કહ્યું હતું કે તે તેની પત્ની દિશાને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરશે, અને પછી વૈશાલી ઠક્કર પણ રાહુલની ખૂબ નજીક ગઈ, પણ જ્યારે રાહુલે લાંબા સમય સુધી છૂટાછેડા લીધા નહિ તો, રાહુલથી દૂર જવા લાગી. જે બાદ રાહુલ વૈશાલીને ધમકી આપવા લાગ્યો હતો.

તે તેને સતત હેરાન કરતો હતો અને જ્યારે પણ વૈશાલીના લગ્નની વાત આવતી ત્યારે તે તેને તોડવાની કોશિશ કરતો હતો. આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ છે કે, રાહુલ નવલાણીએ વૈશાલી ઠક્કર જેવી વધુ 2 મહિલાઓને હેરાન કરી હતી અને આ વાતનો ખુલાસો મોડલ પ્રિયા સોનીએ કર્યો છે. મોડલ પ્રિયા સોનીએ ખુલાસો કર્યો, “બિઝનેસમેન રાહુલ નવલાણીએ 3-4 વર્ષ પહેલા વૈશાલી ઠક્કરની જેમ વધુ બે મહિલાઓને હેરાન કરી હતી.”

પ્રિયાના જણાવ્યા અનુસાર, એક મહિલાએ રાહુલ નવલાણી વિરૂદ્ધ પોલીસમાં જાણ કરી હતી. ફરિયાદ પણ કરવામાં આવી હતી અને 2017માં એક મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં એનસી નોંધવામાં આવી હતી. બીજી મહિલાએ નવી દિલ્હીમાં ફરિયાદ નોંધાવી હતી. વૈશાલી ઠક્કર સાથે કામ કરી ચૂકેલી પ્રિયા સોનીએ કહ્યું, “રાહુલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર મહિલાઓને ફોલો કરતો હતો. તેણે પોતાને ફિટનેસ ફ્રીક હોવાનો દાવો કર્યો

અને યુવતીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે સામાન્ય રીતે પોતાના લગ્ન પણ છુપાવ્યા હતા અને પોતે કુંવારા હોવાનો ઢોંગ કર્યો હતો.” ઇન્દોરની મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસે 10 દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી, જેનો નવલાનીના વકીલોએ વિરોધ કર્યો હતો.

Shah Jina