ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર સુસાઇડ મામલામાં ફરાર આરોપી રાહુલ નવલાણીની ધરપકડ, અહીંયા છુપાઈને બેઠો હતો,

અભિનેત્રી ગર્લફ્રેન્ડે આત્મહત્યા કરતા જ ભાગી ગયો 2 બાળકનો બાપ બોયફ્રેન્ડ, જે જગ્યાએ છપાયો તે વાંચીને ધ્રાસ્કો લાગશે

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરના સુસાઇડ કેસમાં ઇન્દોર પોલિસે એક્સ બોયફ્રેન્ડની ધરપકડ કરી મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી લીધી છે. રાહુલ નવલાણીની પોલીસ પૂછપરછ કરી રહી છે અને તેના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તે ઈન્દોર અને દેવાસ વચ્ચેના ઢાબામાં છુપાયો હતો. અભિનેત્રીની આત્મહત્યા બાદથી વૈશાલી ઠક્કરનો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાણી ફરાર હતો. તેની સાથે તેની પત્ની પણ ફરાર હતી. વૈશાલીએ 15 ઓક્ટોબરે ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાસ્થળેથી અભિનેત્રીની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં રાહુલ નવલાણી તેને કેવી રીતે પરેશાન રકતો તે લખવામાં આવ્યુ હતુ. પરંતુ જ્યારે પોલીસ આરોપી રાહુલ નવલાણીની શોધમાં તેના ઘરે પહોંચી તો તાળું લટકતું જોવા મળ્યું હતું. પોલીસ પહોંચે તે પહેલા જ તે ભાગી ગયો હતો.પોલીસ કમિશનરે આ વાતની પુષ્ટિ કરી છે કે રાહુલ નવલાણી હવે પોલિસ કસ્ટડીમાં . છે. રાહુલ અને તેની પત્ની બંને ફરાર થઈ ગયા બાદ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ તેમની માહિતી પોલીસને આપશે તેને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ સાથે રાહુલ નવલાણી અને તેની પત્ની દિશા વિદેશ જાય તેવી પણ શક્યતાઓ હતી. વૈશાલીએ પોતાની ડાયરીમાં ત્રીજા વ્યક્તિ વિશે પણ માહિતી આપી તેનું નામ રોહિત જણાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત રાહુલની પત્ની દિશાનો ભાઈ છે.

વૈશાલી પાસેથી પોલીસને મળેલી સુસાઈડ નોટમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે રાહુલ નવલાણી તેને છેલ્લા અઢી વર્ષથી હેરાન કરી રહ્યો હતો. રાહુલના કારણે વૈશાલીની પહેલી સગાઈ તૂટી ગઈ હતી. આ પછી, 20 ઓક્ટોબરે જ્યારે વૈશાલી મિતેશ કુમાર નામના વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી હતી, ત્યારે તેણે રાહુલના કારણે પીછેહઠ કરી હતી.

મિતેશે લગ્નની વિધિ માટે ઈન્દોર આવવાની ના પાડવાનું શરૂ કર્યું હતું. રાહુલ વૈશાલી ઠક્કરને કહેતો હતો કે તે તેને લગ્ન કરવા દેશે નહીં. આ બધું છેલ્લા અઢી વર્ષથી ચાલતું હતું. પરિવારે આ અંગે રાહુલના પરિવારને પણ વાત કરી હતી, પરંતુ તે માન્યો નહિ. રાહુલની હરકતોથી કંટાળીને વૈશાલીએ મોતને ભેટવાનું યોગ્ય માન્યું.

જણાવી દઈએ કે વૈશાલી ઠક્કરે પોતાના કરિયરની શરૂઆત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. આ પછી વૈશાલીએ ‘સસુરાલ સિમર કા’, ‘સુપર સિસ્ટર્સ’, ‘વિશ યા અમૃત’, ‘મનમોહિની 2’, ‘રક્ષા બંધન’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું.

Shah Jina