વૈશાલી ઠક્કરે ગળામાં ફાંસો નાખતી દેખાઈ, આવી ગયો વીડિયો સામે, ફેન્સની રાડ ફાટી ગયેલી, જુઓ જૂનો વીડિયો

વાયરલ થઇ રહ્યો છે ગળામાં ફાંસો નાખતા વૈશાલી ઠક્કરનો આ વીડિયો, અભિનેત્રીએ કહ્યુ હતુ- કદાચ હું કોઇની મોત છું

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી પૂરો દેશ આઘાતમાં છે. પોલિસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને બધા એન્ગલથી તપાસ કરી રહી છે. લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સોશિયલ મીડિયા પર ઘણીવાર ફની વીડિયો શેર કરનારી અભિનેત્રી તેના જીવનમાં પરેશાનીઓથી ગુજરી રહી હતી. વૈશાલીના ઓફિશિયલ એકાઉન્ટ પર તેના ઘણા વીડિયો પણ છે, જેમાંથી એક આ દિવસોમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે.

ક્લિપમાં એક અવાજ સંભળાય છે જે કહે છે કે આજ સુધી મને કોઈએ કહ્યું નથી કે તું મારી જિંદગી છે…કદાચ હું કોઈની મોત છું. આ દરમિયાન વૈશાલી તેના ગળામાં ફાંસો પણ લટકાવતી જોવા મળે છે. આ એક ફની વીડિયો જેવુ લાગે છે, પરંતુ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેના અંગત જીવનમાં ઘણી મુશ્કેલી ચાલી રહી હતી. જણાવી દઈએ કે વૈશાલી જલ્દી જ લગ્ન કરવા જઈ રહી હતી. અભિનેત્રીએ તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

રિપોર્ટ્સ અનુસાર, લગ્નની તૈયારીઓ વચ્ચે તેનો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાણી તેને સતત હેરાન કરતો હતો. વૈશાલીની અગાઉ પણ સગાઈ થઈ હતી પરંતુ તે રાહુલને કારણે તૂટી ગઈ હતી. જોકે અભિનેત્રીએ આ પાછળનું કારણ પહેલા કોરોનાને જણાવ્યું પરંતુ તેના મોત બાદ હકિકત બહાર આવી. વૈશાલીની અગાઉ કેન્યા સ્થિત ડેન્ટિસ્ટ અભિનંદન સિંહ સાથે સગાઈ થઈ હતી. જોકે, વૈશાલીએ આ સગાઈ તૂટવાનું કારણ કોરોનાને જણાવ્યું હતું.

આ પછી અભિનેત્રીએ યુએસ સ્થિત સોફ્ટવેર એન્જિનિયર સાથે સગાઈ કરી લીધી. પરંતુ ત્યાં પણ રાહુલની નજર પડી. માનવામાં આવે છે કે આનાથી દુઃખી થઈને વૈશાલીએ આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. વૈશાલીએ તેની સુસાઈડ નોટમાં પાડોશી રાહુલ નવલાણીનો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં વૈશાલીએ લખ્યું છે કે રાહુલે તેને ધમકી આપી છે કે તે તેને લગ્ન કરવા દેશે નહીં. આ નોટ સાથે વૈશાલીએ પોતાની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી છે. વૈશાલીએ લખ્યું છે કે તે ઈચ્છે છે કે રાહુલને સજા મળે.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

Shah Jina