ગઈકાલે આત્મહત્યા કરનારી વૈશાલી અને સુશાંત વચ્ચે નીકળ્યું મોટું કનેક્શન, જાણીને ચાકરી ખાઈ જશો

નાના પડદાની જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી રહી. અભિનેત્રી લાંબા સમયથી ઈન્દોરમાં રહેતી હતી અને તેણે તેના ઈન્દોરના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. વૈશાલી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મિત્ર હતી અને બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. વૈશાલીએ અભિનેતાના મોત પર અનેક સવાલો ઉઠાવ્યા હતા અને તેને હત્યા ગણાવી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનો અસલી કિલર રિયા ચક્રવર્તીની પાછળ છુપાયેલો છે.વૈશાલી ઠક્કર 2020માં તેના મિત્ર સુશાંત સિંહ રાજપૂતને ગુમાવ્યા પછી ભાંગી પડી હતી અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતુ. વૈશાલી માની શકતી ન હતી કે સુશાંત આ દુનિયા છોડીને જતો રહ્યો છે.વૈશાલીએ સુશાંત સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ‘ના, મારું રડવાનું બંધ નથી થઈ રહ્યું.

સુશાંત એક અદ્ભુત વ્યક્તિ અને અભિનેતા હતો. મેં વિચાર્યું કે આપણે હંમેશા મિત્રો રહીશું. શા માટે સુશાંત?’ બે વર્ષ પહેલાં, વૈશાલીને બિલકુલ ખ્યાલ ન હતો કે તેના જીવનમાં આવું ક્યારેય બનશે અને તે અચાનક આ દુનિયા છોડી જશે. જ્યારથી વૈશાલીની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી તેના નજીકના મિત્રો અને ચાહકો આઘાતમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન વૈશાલી ઠક્કરે સુશાંત સિંહ રાજપૂતના મોત પર સવાલ ઉઠાવ્યો હતો

અને કહ્યું હતું કે, ‘મૃત્યુના થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ડેડ બોડીની તસવીરો મારી પાસે પણ આવી હતી. પણ મારી તેની સામે જોવાની હિંમત નહોતી. હું તેના મોતથી એટલી દુખી હતી કે બે-ત્રણ દિવસ સુધી તો રડતી રહી હતી. હું આ સ્વીકારી શકી નહીં.જ્યારે લોકોએ કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે મેં તસવીરોમાં નિશાન જોયું અને મને લાગ્યું કે કંઈક ખોટું છે. વૈશાલીએ વધુમાં કહ્યું કે પહેલા ફિલ્મ માફિયા પર આરોપ લગાવવામાં આવ્યો,

પરંતુ પછી રિયા ચક્રવર્તી શંકાના દાયરામાં આવી. જ્યારે વૈશાલી ઠક્કરને પૂછવામાં આવ્યું કે શું સુશાંત સિંહ રાજપૂતની હત્યા માટે રિયા ચક્રવર્તી જવાબદાર છે તો તેણે કહ્યું, ‘તે ટીમવર્ક છે. એક વ્યક્તિ આ કરી શકતી નથી. મને લાગે છે કે આમાં ઘણા લોકો સામેલ છે અને અસલી આરોપીઓ રિયા ચક્રવર્તીની પાછળ છુપાયેલા છે. સુશાંતને આ હદ સુધી પહોંચાડવા માટે રિયા જ જવાબદાર છે, કારણ કે લોકો માને કે સુશાંતે આત્મહત્યા કરી છે.

Shah Jina