ખબર મનોરંજન

ગુજરાતની ફેમસ સિંગરે બહેનપણીને ઉછીના આપેલા 25 લાખ પાછા ના આપવા પડે તે માટે….નવો ખુલાસો

વલસાડની સિંગર વૈશાલી બલસારા મર્ડર કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસમાં હાલમાં જ ખુલાસો થયો છે કે વૈશાલીની હત્યા તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી કરાવી હતી. આરોપી મિત્ર બબીતાએ કિલરને 8 લાખની સોપારી આપી હતી અને પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગત શનિવારના રોજ સિંગર વૈશાલી બલસારા એક મહિલા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી અને તે બાદ ગુમ થઇ હતી. જે પછી દ્વારા તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી અને રવિવારે તેનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો. જે બાદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યુ અને તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ 6-8 ટીમો બનાવી.

જે બાદ તેમણે 100થી વધુ સીસીટીવી ફુટેજ પણ તપાસ્યા અને અંતે સાત દિવસે પોલીસને આ ચર્ચિત મર્ડર કેસ સોલ્વ કરવામાં સફળતા મળી. પોલિસે તપાસ તેજ કરી માત્ર ગણતરીના દિવસોમાં જ કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની ધરપકડ કરી. પોલીસ દ્વારા પારડી અને આજુબાજુના વિસ્તારના CCTV ફુટેજ પણ તપાસવામાં આવ્યા હતા. વૈશાલી બલસારાનો મોબાઈલ ફોન અને મહિલા પાસેથી લીધેલા રોકડા રૂપિયા ક્યાં ગયા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ.

આ હત્યાની મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ વૈશાલીની બહેનપણી બબીતા જ હતી. જેને વૈશાલીએ 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારે આ મામલામાં એ પણ જણાવા મળ્યું છે કે મૃતક વૈશાલી અને આરોપી બબીતા કૌશિકની દુકાનો પણ આજુબાજુમાં જ હતી. જેના કારણે બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી મિત્રતા બંધાઈ હતી. આ દરમિયાન જ વૈશાલી પાસેથી બબીતાએ 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ વાયદા પ્રમાણે બબીતાએ વૈશાલીને પૈસા પાંચ ના આપતા વૈશાલીએ ઉઘરાણી કરવાની શરૂ કરી હતી.

ત્યારે બબીતાએ જ પૈસા પાછા ના આપવા પડે તે માટે થઈને વૈશાલીને રસ્તામાથી હટાવી દેવા માટે કાવતરું કર્યું હતું. જેના બાદ હત્યાના દિવસે પૈસા આપવાના બહાને બબીતાએ વૈશાલીને વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી હતી. જ્યાં આયોજન પ્રમાણે બે લોકો પહેલાથી જ હતા. આ અજાણ્યા લોકોને ઓળખીતા કહીને બબીતાએ વૈશાલીની કારમાં ઓલિત કહીને બેસાડ્યા જેના બાદ તને કારમાં જ ક્લોરોફોર્મ સૂંઘાડી બેભાન કરી નાખી અને પછી તેની હત્યા કરી નાખી.

આ હત્યા કરવા માટે બબીતાએ  ગુજરાત બહારના એક પ્રોફેશનલ કિલર ગેંગનો સંપર્ક કર્યો હતો. જેને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનાવી 8 લાખ રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી. પહેલા કીલરે 10 લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ પછી આ ડીલ 8 લાખ રૂપિયામાં નક્કી થઇ હતી. વૈશાલીની હત્યાની માસ્ટર માઈન્ડ બબીતા અત્યારે નવ મહિનાની ગર્ભવતી છે. હાલ પોલીસે બબીતાની ધરપકડ કરી છે અને આ કેસના પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ કિલર 2 આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.